રાજકોટ જિલ્લાનાં તમામ અનાજ અને કઠોળનાં વેપારીઓ માટે પોર્ટલ ઉપર જથ્થો દર્શાવવો ફરજીયાત

Local | Rajkot | 22 May, 2024 | 03:34 PM
બે દિવસમાં જરૂરી દસ્તાવેજોની નકલ પણ સબમીટ કરવા પૂરવઠા અધિકારીની સુચના
સાંજ સમાચાર

રાજકોટ,તા.22
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લાનાં અનાજ કઠોળનાં તમામ વેપારીઓને જણાવાયું છે કે નિયામક અન્ન અને નાગરિક પુરવઠા, ગાંધીનગરનાં તા.30/4/2024ના પત્ર કઠોળ તથા તુવેરદાળ, અડદદાળ તેમજ અન્ય દાળના હોલસેલર, રીટેઈલર, બીગ ચેઈન રીટેઈલર, મિલર્સ, ઈમ્પોર્ટસ વગેરેના વેપારીઓએ સરકારના https://fcainfoweb.nic.in/psp પોર્ટેલ પર રજીસ્ટ્રેશન ફરજિયાતપણે કરવું.

દર શુક્રવારે વેપારીઓએ તેમની પાસે ઉપલબ્ધ કઠોળ, તુવેરદાળ, અડદદાળના જથ્થાની વિગતો મેટ્રિકટનમાં જાહેર કરવી.તુવેરદાળના વેપારીઓએ જો સહભાગી માલિક છે.તો તેણે નોંધણી પ્રમાણપત્રની નકલ, જો સહભાગી ભાગીદારી પેઢી છે. તો ભાગીદારી ખતની નકલ, જો તે સહકારી મંડળી છે તો સહકારી મંડળીનું નોંધણી પ્રમાણપત્ર જો તે રજિસ્ટર્ડ કંપની છે.

તો પછી મેમોરેન્ડમ ઓફ એસોસીયેશન, આર્ટીકલ ઓફ એસોશીયેશન અને સર્ટીફિકેટ ઓફ ઈન્કોર્પોરેશન સબમીટ કરવાનું રહેશે.તેમજ પાનકાર્ડની નકલ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ વિભાગ હેઠળ નોંધણીના પ્રમાણપત્રની નકલ અને પ્રોડકટના ઉત્પાદનનો ઉલ્લેખ કરતી એફએસએસએઆઈ દ્વારા જારી કરાયેલ લાયસન્સની નકલ સબમીટ કરવાની રહેશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj