ઇન્વેસ્ટરોને જેકપોટ; વિભોર સ્ટીલમાં 1ના 3 ગણા: પેટીએમમાં સીધી સર્કિટ: સેન્સેક્સ 175 પોઇન્ટ ઉંચકાયો

India, Business | 20 February, 2024 | 05:41 PM
પસંદગીના હેવીવેઇટ શેરોમાં કરંટ: જીયો-ઝી-ઝોમેટો ઉંચકાયા
સાંજ સમાચાર

રાજકોટ, તા.20
મુંબઇ શેરબજારમાં આજે તેજીનો ઝોક યથાવત રહ્યો હતો. પસંદગીના ધોરણે ધૂમ લેવાલી રહેતા મોટાભાગના શેરો ઉંચકાયા હતા. જો કે, રોકડાના શેરો નબળા પડ્યા હતા. પેટીએમમાં તેજીની સર્કિટ લાગી હતી. નવી કંપની વિભોર સ્ટીલમાં લીસ્ટીંગ સાથે એકમો ત્રણ ગણો ભાવ થતાં ઇન્વેસ્ટરોને લોટરી લાગ્યાનો ઘાટ ઘડાયો હતો.
શેરબજારમાં આજે માનસ પોઝીટીવ બની રહ્યું હતું.

ઇન્વેસ્ટરોની પસંદગીના ધોરણે લેવાલી, વિદેશી નાણાં સંસ્થાઓની નેટ ખરીદી, આવતા સમયમાં વ્યાજદર ઘટવાના સંકેત જેવા અનેકવિધ કારણોથી સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે દેશમાં લોકસભાની ચૂંટણી માથે છે. રાજકીય સ્થિરતા યથાવત રહેવાના સંકેત હોય તેમ મોદી સરકારને પૂર્ણ બહુમતી મળવાના તારણો સર્વેમાં બહાર આવી રહ્યા છે.

કોઇ વિપરીત કરાણોના નિર્દેશ નથી. કોર્પોરેટ પરિણામો સારા જ આવવાનો આશાવાદ છે. માર્કેટ તેજીના ઝોનમાં છે અને આ ટ્રેન્ડ ચાલુ રહેવાની સંભાવનાથી ઇન્વેસ્ટરોનું રોકાણ યથાવત રહી શકે છે.

શેરબજારમાં આજે મુખ્ય શેરોમાં એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, કોટક બેંક,  અલ્ટ્રાટેક, જીયો ફાઇનાન્સીયલ, ઝી એન્ટર તથા ઝોમેટો ઉંચકાયા હતા. એચસીએલ ટેકનો, ઇન્ડોસીસ, મારુતી, રીલાયન્સ, ટાટા મોટર્સ, ટીસીએસ, હીરો મોટો, કોલ ઇન્ડિયા, બજાજ ઓટો વગેરેમાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 175 પોઇન્ટના સુધારાથી 72883 હતો. તે ઉંચામાં 72996 તથા નીચામાં 72510 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 22 પોઇન્ટ વધીને 22144 હતો. તે ઉંચામાં 22177 તથા નીચામાં 22045 હતો.

શેરબજારમાં આજે નવી કંપની વિભોર સ્ટીલ ટયુબનું લીસ્ટીંગ થયું હતું. બે ગણો નફો મળતા ઇન્વેસ્ટરોને જેકપોટ લાગ્યાની સ્થિતિ હતી. 151ના મુળ ભાવ સામે 425માં લીસ્ટીંગ બાદ 446.25માં સીધી સર્કિટ લાગી હતી. બીજી તરફ પેટીએમમાં સતત કડાકા બાદ આજે પાંચ ટકાની સીધી સર્કિટ લાગી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj