ચૂંટણી પૂર્વે ખેડૂતો માટે મહત્વપુર્ણ નિર્ણય : રાજય સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે: બાજરી -જુવારમાં બોનસ

Gujarat | Ahmedabad | 26 February, 2024 | 04:29 PM
આવતીકાલથી રજીસ્ટ્રેશન: 15મી માર્ચથી ઘંઉ, બાજરો, જુવાર, મકાઈની ખરીદી
સાંજ સમાચાર

ગાંધીનગર,તા.26
ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી રાજ્ય સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રવી માર્કેટિંગ સીઝન 2024-25 માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ -રૂ।.2275/-,બાજરી પ્રતિ ક્વિન્ટલ - રૂ।.2500/-,જુવાર (હાઈબ્રીડ) પ્રતિ ક્વિન્ટલ - રૂ। 3180/-,જુવાર (માલદંડી) પ્રતિ ક્વિન્ટલ - રૂ।.3225/- જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ -રૂ।.2090/-ના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદવાનો રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે તેમ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે ગાંધીનગર ખાતે મીડીયાને વિગતો આપતાં જણાવ્યું હતું.

મંત્રી કુંવરજીભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ।00/-બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના FPP -(Farmers Procurement Portal) પોર્ટલ પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.

આ માટે ખેડૂતો મિત્રો આવતીકાલે એટલે કે તા.27/02 થી 31 માર્ચ 2024 સુધી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી આગામી તા.15 માર્ચ 2024થી કુલ 196 ખરીદ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે.

મંત્રીએ કહ્યું હતું કે,,ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ,ગામ નમૂના 7-12 તથા 8-અની અદ્યતન નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો તેમજ ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ જેવા નિયત કરેલા આધાર- પુરાવા રજૂ કરવાના રહેશે.ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj