જૈન સ્પોર્ટસ ઓર્ગેનાઇઝેશન આયોજિત

જૈન પ્રીમિયર લીગ સીઝન 5 નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ

Saurashtra, Sports | Rajkot | 08 April, 2024 | 05:02 PM
સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી 12 ટીમો એકબીજા સામે ટકરાશે: 150 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે
સાંજ સમાચાર

► ટુર્નામેન્ટમાં એકત્ર થનાર ફંડ જીવદયા તથા જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓના શિક્ષણ ક્ષેત્રે વપરાશે 

રાજકોટ:તા 8 
જૈન સ્પોર્ટસ ઓર્ગેનાઇઝેશન (જેએસઓ) દ્વારા આજ થી 13 એપ્રિલ 2024 સુધી ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ,આદર્શ માર્બલ,જામનગર રોડ ખાતે જૈન પ્રીમિયર લીગ સીઝન 5 નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 5 30 કલાકે ભવ્ય પ્રારંભ થશે.જે 12.30 સુધી રહેશે.

આ પ્રીમિયર લીગ-5- જીવ દયા અને ગરીબ છાત્રો ના લાભાર્થે યોજાશે. અને આ વર્ષે યોજનાર જૈન પ્રીમિયર લીગ પાંચ ટુર્નામેન્ટ માટે ત્રણ એપ્રિલના રોજ એક ઓક્શન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સંદર્ભે ટુર્નામેન્ટ માંથી ભાગ લેવા માટે અમદાવાદ,જામનગર, સુરેેન્દ્રનગર, ભાવનગર, મોરબી સહિત ગુજરાત ભરમાંથી જૈન સમાજના ઘણા બધા પ્લેયર ભાગ લીધો છે. સૌરાષ્ટ્ર ગુજરાત માંથી 12 ટીમો એકબીજા સાથે ટકરાશે અને 150 થી વધુ ખેલાડીઓ ભાગ લીધો છે.  આ ટુર્નામેન્ટમાં એક ટીમ ત્રણ-ત્રણ લીગ મેચ રમશે અને બાદમાં સેમી ફાઇનલ અને ફાઇનલ રમાશે. દર વર્ષની માફક આ વર્ષે મીડિયા પાર્ટનર તરીકે ’સાંજ સમાચાર’ સાંધ્ય દૈનિક  રહેશે.

ટુર્નામેન્ટ ના એજયુકેશન પાર્ટનર તપસ્વી સ્કૂલ, ટાઈટલ પાર્ટનર એન્દ્રોમિડા ,પ્રગતિ હોસ્પિટલ, ફિનિક્સ રિસોર્ટ, જૈનમ, પાર્શ્વ ઇવેન્ટ.લીના ભારત રિસોર્ટ લિમિટેડ, રૂપાણી ટી,બી એમ હાયજીન કેર એલ એલ પી, નવકાર ટ્રેડર્સ,દિલેશ જે શાહ એડવોકેટ, સ્વસ્તિક અન્ટરપ્રાઇઝ, રોમિત શાહ, અનિલ ટ્રેડર્સ, રાઇડર્સ કાફે છે. આ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટમાં એકત્ર થનાર ફંડ જીવદયા તથા જરૂરીયાત મંદ ગરબી દર્દીઓને શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવશે. 

ટુર્નામેન્ટનું આયોજન સફળ બનાવવા
ધૈર્યભાઈ પારેખ, ચિંતનભાઈ મહેતા, પ્રતિક ગાંધી, ધવલ ગાંધી, જયદીપ વોરા, ઋષભ કોઠારી, માનસ રૂપાણી, ઉમંગ ગોસાલીયા, ભાવિન મેહતા, વિરલ - કોઠારી, મિલકી વોરા, કેયુર ગાંધી,  હિમાલય મીઠાની, રવિ સેઠ, હેમલ વોરા, હીત અવલાની સહિતના સભ્ય મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj