ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીમાં જૈનસમાજ રસતરબોળ: કાલે એનીમેશન શોનું આયોજન

Saurashtra | Rajkot | 19 April, 2024 | 04:01 PM
ધર્મયાત્રા ધર્મસભાના અધ્યક્ષ બનતાં દામિનીબેન કામદાર:જૈન શ્રેષ્ઠી જીતુભાઈ બેનાણી દ્વારા ફલોટસને સબસીડી, વેષભૂષા સ્પર્ધાના તમામ સ્પર્ધકો, નવપદના 108 બાળકોને ગીફટ અને વિજેતાઓને ઈનામો અપાશે: રંગોળી સ્પર્ધા યોજાઈ
સાંજ સમાચાર

રાજકોટ,તા.19
આગામી તા.21મીના રાજકોટના સમસ્ત જૈન સમાજ તથા જૈનમના ઉપક્રમે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્યતિ ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગેની વિશેષ માહિતી આપવા સાંજ સમાચાર કાર્યાલય પર ટીમ જૈનમના સેજલભાઈ કોઠારી, શૈલેષભાઈ માઉ, રાજેશભાઈ મોદી, ધીરેન ભરવાડ, હિતેશ શાહ, કૌશિક કોઠારી, હિમાંશુ પારેખ, અમિત લાખાણી, જયદેવ સંઘાણી, વિશાલ મહેતા, વોરા, રાકેશ શેઠ, ઉમંગ ગોસલીયા વગેરે આવેલા હતાં.

ધર્મયાત્રા - ધર્મસભાનાં અધ્યક્ષ બનતા શ્રીમતિ દામીનીબેન પીયુષભાઈ કામદાર જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણી દ્વારા ફલોટ્સને સબસીડી, વેશભુષા સ્પર્ધાનાં તમામ સ્પર્ધકો, નવ પદનાં 108 બાળકોને ગીફ્ટ અને વિજેતાને ઈનામો અપાશે

આગામી 21 એપ્રીલ-2024નાં રોજ જૈનમૂનાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં આ વખતની ભવ્ય અને દર્શનીય ધર્મયાત્રા મહાવીર જન્મ કલ્યાણક નિમિતે થવા જઈ રહી છે જેમાં અનેકવિધ ફલોટ, અનુકંપારથ, પ્રભુજીનો ચાંદીનો રથ, વિરપ્રભુનું પારણું, મ્યુઝીકલ બેન્ડ, કળશધારી બહેનો, વેશભુષામાં સજ્જ બાળકો જોડાવવાના છે એવી સુંદર ધર્મયાત્રા અને ધર્મયાત્રા પૂર્ણ થયે યોજાનાર ધર્મસભા કે જેમાં અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો આર્શિવચન પાઠવશે, સમાજ શ્રેષ્ઠીઓ પ્રેરક ઉદ્બોધન આપશે, અલગ અલગ સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામોથી નવાઝવામાં આવશે. તેવી ધર્મસભા તથા ધર્મયાત્રાનાં આ વખતનાં અધ્યક્ષ તરીકે જાણીતા ઉદારદીલા દાનવીર દાતા એવા શ્રીમતિ દામીનીબેન પીયુષભાઈ કામદારની વરણી કરવામાં આવી છે.

ધર્મયાત્રામાં જોડાતા તમામ ફલોટ ધારકોને આર્થિક સહયોગ મળી રહે તેવા હેતુથી ખર્ચને પહોંચી વળવા માટે સબસીડી, જન્મ કલ્યાણકનાં દિવસે યોજાતી વેશભુષા સ્પર્ધાનાં તમામ સ્પર્ધકોને ગીફ્ટ તેમજ આ સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ઈનામો આ ઉપરાંત નવ નવકાર મંત્રનાં પદનાં સ્ટેજ જેમાં કુલ 108 બાળકો ધર્મયાત્રાને સ્વાગત કરવાનાં છે તમામ બાળકોને એક સુંદર ગીફટ જાણીતા જૈન અગ્રણી જીતુભાઈ બેનાણી દ્વારા આપવામાં આવનાર છે. 

ધર્મયાત્રામાં જોડાનાર અનુકંપા રથ કે જેમાંથી ધર્મયાત્રાનાં રૂટ ઉપર ભાવિકોને પ્રભાવના વિતરણ કરવામાં આવશે તેનો લાભ નીતીનભાઈ કામદાર (જુલીયાના ફેશન) દ્વારા લેવામાં આવીયો છે. ધર્મસભા પૂર્ણ થયે લાડુંની પ્રભાવના શ્રી હરેશભાઈ વોરા તથા રાજુભાઈ પારેખ દ્વારા કરવામાં આવનાર છે. હાલમાં પડી રહેલ ભયંકર તડકાનાં માહોલમાં શ્રાવકોને રક્ષણ માટે હિતેશભાઈ મહેતા દ્વારા 500 ટોપીનું વિતરણની સેવા કરવામાં આવનાર છે.
તા.20 ને શનિવારનાં રોજ રાત્રે 8.00 કલાકે યોજાનાર એનીમેશન શોનું સાંજ સમાચારનાં યુવા એડીટર કરણભાઈ શાહ તથા દાદાવાડી જિનાલય, માંડવી ચોકનાં પ્રમુખ જીતુભાઈ દેસાઈ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.

વેશભુષા સ્પર્ધા કે જેમાં મોટી સંખ્યામાં બાળકો ભાગ લઈ રહયા છે તેવી આ સ્પર્ધાનાં સ્ટેજને ખારા પરિવારનાં વડીલો
વિરેન્દ્રભાઈ ખારા, ગીરીશભાઈ ખારા, જિતેન્દ્રભાઈ ખારા, સુનીલભાઈ ખારા વિગેરે કરકમલો દ્વારા ખુલ્લુ મુકવામાં આવશે.ભગવાન મહાવીર સ્વામીનાં બાળ સ્વરૂપને પ્રભુજીનું પારણું બનાવી ઝુલાવવામાં આવશે આ પારણામાં ચાંદીથી બનેલા 14 સ્વપનો, ફળફળાદી વિગેરેથી સજાવટ કરી બનાવવામાં આવશે. જે જોવું એ એક લ્હાવો છે. આ પ્રભુજીનું પારણું ને દાતા પ્રદિપભાઈ વોરા દ્વારા દર્શનાથીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. રવિવારનાં રોજ જે પણ દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન છે તે તમામ દેરાસરમાં પ્રભુજીની પ્રતીમા ને વિશેષ આંગી જૈનમ દ્વારા કરવામાં આવશે.
 

સાતાકારી સેવા
ધર્મયાત્રાનાં રૂટ ઉપર ઠેર ઠેર યાત્રામાં જોડાયેલ શ્રાવકો માટે સાતાકારી સેવા અનેક સંસ્થા પરિવાર દ્વારા કરવામાં આવનાર છે જેમાં કસ્તુરબા રોડ ખાતે સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ ખાતે સાંજ સમાચાર પરિવાર દ્વારા શરબત, સર્કિટ હાઉસ પાસે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર દ્વારા લીંબુ પાણી, ફુલછાબ ચોક ખાતે ફુલછાબ દૈનિક પરિવાર દ્વારા સરબત, મોટી ટાંકી ચોક ખાતે નેમીનાથ વિતરાગ યુવક મંડળ દ્વારા પેકડ બોટલ, એવરસાઈન હોટલ સામે કિશોરભાઈ દોશી દ્વારા છાસ, લીમડા ચોક ખાતે પંચનાથ મંદિર દ્વારા છાસ, ત્રિકોણ બાગ ખાદી ભવન પાસે સુખડીયા કંદોઈ સમાજ દ્વારા શરબત, બાપુનાં બાવલા પાસે જેએસજી રાજકોટ એલીટ ગ્રુપ દ્વારા પેક્ડ બોટલ, રાજેશ્રી સીનેમા પાસે સ્થાનકવાસી પ્રતિક્રમણ મંડળ દ્વારા ઠંડા પીણાની બોટલ, દિવાનપરા પોલીસ ચોકી પાસે જયભાઈ ખારા, મનીષભાઈ કામાણી, જીતેશભાઈ મહેતાનાં સહયોગથી વરીયાળીનું સરબત વિગેરેની સેવા આપવામાં આવનાર છે.
 

રંગોળી સ્પર્ધા 
ગઈકાલે યોજાયેલ રંગોળી સ્પર્ધામાં 24 તિર્થંકરો જેટલી સંખ્યામાં 24 સ્પધર્કોએ હોંશભેર ભાગ લીધો હતો. આ રંગોળી સ્પર્ધાનું ઉદ્ઘાટન શ્રીમતિ દામીનીબેન પીયુષભાઈ કામદાર, શ્રીમતિ ઝરણાબેન વિભાશભાઈ શેઠ, જાગૃતિબેન કમલેશભાઈ શાહ નાં કરકમલો દ્વારા કરવામાં આવેલ હતું.

ઉપરાંત સ્પર્ધા દરમ્યાન મોનીટરીંગ અને બાળકોને પ્રોત્સાહન શ્રીમતિ કાજલબેન જુગલભાઈ દોશી અને કામીનીબેન ભાવીનભાઈ ઉદાણી દ્વારા કરેલ, આ તમામ સ્પર્ધકોને સન્માન પત્ર તથા રોકડ પુરસ્કારનાં કવર અંકીતાબેન જયભાઈખારા, રૂપલબેન સેતલભાઈ સોલંકી, કવિતાબેન પારસભાઈ શેઠ નાં વરદહસ્તે એનાયત કરવામાં આવેલ હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ચિત્રનગરીનાં રૂપલબેન સેતલભાઈ સોલંકી,હેમાબેન મુકેશભાઈ વ્યાસ તથા અન્ય પરિવારનાં શ્રીમતિ કવિતાબેન પારસભાઈ શાહ, શીતલબેન અમીષભાઈ દેસાઈ, વિરબેન ભાવિકભાઈ શાહ એ સેવા આપેલ હતી. આજરોજ બપોરે 4 થી 6 દરમ્યાન ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા યોજાનાર છે જેમાં 100 થી વધુ સ્પર્ધકો ભાગ લેનાર છે. આ બન્ને સ્પર્ધાનાં રંગોળી અને ચિત્રો નીહાળવા માટે તા.21- 4-202 રવિવાર સુધી સવારે 8.07)થી રાત્રે 10.કકલાક સુધી વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેનો તમામ જૈન સમાજ અને અન્ય સમાજનાં ભાઈ-બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

મહાવીર સ્વામી જન્ક કલ્યાણક મહોત્સવ નિમિતે આયોજીત અનેકવિધ કાર્યક્રમનું સંકલન જૈનમનાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી તથા જયેશભાઈ વસા દ્વારા કરવામાં આવી રહયું છે, અને વ્યવસ્થા માટે બનેલી અલગ અલગ કમીટીનાં મિત્રો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj