અહિંસા વિશ્વ ભારતી તથા વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક

જૈનાચાર્ય લોકેશજીને વોશિંગ્ટનમાં અમેરિકન પ્રેસિન્ડેન્શિયલ એવોર્ડથી સન્માનિત કરાયા

Local | Rajkot | 12 April, 2024 | 03:32 PM
રાષ્ટ્રપતિ બાઈડને તેમના સંદેશામાં આચાર્ય લોકેશજીના માનવતાવાદી કાર્યોની પ્રશંસા કરી
સાંજ સમાચાર

રાજકોટ તા.12

 ‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વર્લ્ડ પીસ સેન્ટર’ના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીને વોશિંગ્ટનમાં કેપિટોલ હિલ પર અમેરિકન રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનના ભાગરૂપે, તેમને રાષ્ટ્રપતિ પુરસ્કાર, ગોલ્ડન શિલ્ડ, સન્માનનું પ્રમાણપત્ર અને રાષ્ટ્રપતિ બિડેનના હસ્તાક્ષર ધરાવતા પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર વરિષ્ઠ કોંગ્રેસમેન બ્રેડ શેરમેને વાંચ્યુ હતું. અમેરિકન રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત થનાર તેઓ પ્રથમ ભારતીય સાધુ છે.

 અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને જૈન આચાર્ય લોકેશજીના માનવતાવાદી કાર્યની પ્રસંશા કરતા તેમના હસ્તાક્ષરિત પ્રશસ્તિપત્રમાં જણાવ્યું હતું કે ‘જાહેર કલ્યાણ માટેના તમારા યોગદાન માટે હું તમને અભિનંદન આપું છું. આચાર્ય લોકેશજીના વૈશ્ર્વિક શાંતિ પ્રયાસોની પ્રસંશા કરતા પ્રમુખ બિડેને લખ્યું ‘તમારો સમય આપીને અમે જે પડકારોનો સામનો કરીએ છીએ તેના ઉકેલો શોધવામાં મદદ કરી રહ્યા છો. ઉકેલોની અમને પહેલા કરતા વધુ જરૂર છે. અમે એવી ક્ષણમાં જીવીએ છીએ જેને આશા, પ્રકાશ અને પ્રેમની જરૂર છે. તમે તમારી સેવા દ્વારા ત્રણેય પ્રદાન કરી રહ્યો છો’. રાષ્ટ્રપતિએ આગળ લખ્યું કે ‘અમેરિકન લોકો વતી, હું તમારા સ્વયંસેવક નેતૃત્વ માટે તમારી ઉંડી પ્રસંશા કરૂ છું અને અમેરિકન લોકોને વિશ્ર્વાસ છે કે તમે ભવિષ્યમાં પણ આ જ રીતે માનવતાની સેવા કરવાનું ચાલુ રાખશો’.

 આચાર્ય લોકેશજીએ એવોર્ડ મેળવ્યા બાદ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘અમેરિકન પ્રેસિડેન્શિયલ એવોર્ડથી સન્માનીત થવું ગર્વની વાત છે, પરંતુ તેનાથી વધુ જવાબદારી વધી છે. તેમણે કહ્યું કે આ સન્માન ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્કિ મૂલ્યો, ભગવાન મહાવીરના જૈન સિધ્ધાંતોનું સન્માન છે. આ મૂલ્યોના આધારે હું છેલ્લા 40 વર્ષથી માનવજાતના કલ્યાણ માટે સમર્પિત છું. ભવિષ્યમાં પણ દરેકની અપેક્ષાઓ પૂર્ણ કરવાના પ્રયાસો કરીશ. આચાર્ય લોકેશજીએ રાષ્ટ્રપતિ બિડેનનો આભાર વ્યકત કર્યો હતો અને આશા વ્યકત કરી કે ભારત અને અમેરિકા માનવજાતના ઉત્થાન માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj