જૈનમુનિને ઘાયલ કરી ફરાર થયેલ વાહનચાલક ઝડપાયો

Crime | Jamnagar | 15 April, 2024 | 02:55 PM
સાંજ સમાચાર

જામનગર તા.15

જામનગર-કાલાવડ હાઈવે પર વીજરખી ગામની ગોલાઈ પાસે વિહારમાં નિકળેલા જૈનમુની મારાજને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડીને નાશી છુટતા પોલીસે તેની ઓળખ મેળવીને નાઘેડી ગામના બોલેરો ચાલકને ઝડપી લીધો છે. જૈનમુનિને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

જામનગર શહેરના દિગ્વિજ્ય પ્લોટ જૈન ઉપાશ્રયમાં રહેતા જૈનમુની હિતશેખર વિજયજી મારાજ દશેક દિવસ પહેલા જામનગર તાલુકાના વિજરખી ગામ પાસેથી વિહાર કરી રહ્યા હતાં. ત્યારે અજાણ્યા વાહન ચાલકે જૈનમુનીને હડફેટે લઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડીને નાશી છુટ્યો હતો.

લોકો એકઠા થઈ ગયા જતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગેની જૈનમુનીના સબંધીએ પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના આધારે નાયબ પોલીસ અધિક્ષક આર. બી.દેવધાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.કે.પટેલએ સ્ટાફના નૃમિળસિંહ, ચેતનભાઈ ઘઘરેટીયા, ફિરોજ ખફી, હરદેવસિંહ ઝાલા, ચંદ્રેશ જાટીયા સહિતનાએ તપાસ હાથ ધરી છે અને હ્યુમનસોર્સ, સીસી ટીવી ફુટેજ અને કમાન્ડ કંન્ટ્રોલ રૂમના કેમેરા ચેક કરીને અજાણ્યા વાહન ચાલકની ઓળખ મેળવી હતી. નાશી જનાર વાહન બોલેરો હોવાનું અને ચાલક નાઘેડી ગામનો રાજેશ ઉર્ફે રાજુ વેજાણંદભાઈ ભાટીયા હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj