શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક નિમિતે સતત 11માં વર્ષે જૈન વિઝન દ્વારા અદ્ભુત આયોજન

‘આવો રે આવો મહાવીર નામ લઈએ..’ : ભરચક્ક હોલ, ભક્તિસભર માહોલમાં જૈનો મહાવીરમય બન્યા

Saurashtra | Rajkot | 22 April, 2024 | 05:06 PM
► મિલન કોઠારી, રાજીવ ઘેલાણી, જય ખારા સહિત ટીમ જૈન વિઝન દ્વારા પ્રશંસનીય કાર્યક્રમ
સાંજ સમાચાર

► ‘સાંજ સમાચાર’ ના યુવા એક્ઝિક્યુટિવ કરણભાઈ શાહ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ચંદ્રકાંતભાઈ શેઠ, મેહુલભાઈ રૂપાણી સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય : વિવિધ સંઘના ટ્રસ્ટીઓની હાજરી 

રાજકોટ : ગઈકાલે રવિવારના દિવસે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક નિમિતે જૈન વિઝન સંસ્થા દ્વારા સતત 11 માં વર્ષે "આવો રે આવો મહાવીર નામ લઈએ” કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે રૈયા રોડ પર આવેલ પ્રમુખ સ્વામી હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોલ એટલે ભરચક્ક થઈ ગયો કે લોકો માટે તાત્કાલિક ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, જૈન વિઝનના કમિટી સભ્યો અને તેમના પરિવારજનોએ અન્યને પ્રાથમિકતા આપી, ખુદ પગથિયાં પર બેસી ગયા હતા. દર વર્ષે અનેક ધાર્મિક અને સંસ્કૃતિ કાર્યક્રમો કરનાર જૈન વિઝનએ વધુ એક હિટ કાર્યક્રમ આપ્યો હતો. જૈન વીઝનના ગઈકાલના કાર્યક્રમમાં સાંજ સમાચાર ના યુવા એક્ઝિક્યુટિવ કરનભાઈ શાહ હસ્તે દીપ પ્રાગટ્ય કરવાંમાં આવ્યું હતું.

આ ઉપરાંત ધારાસભ્ય ડો. દર્ષિતાબેન શાહ, સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઈ મહેતા,  ચંદ્રકાંતભાઈ શેઠ, દોલરભાઈ કોઠારી, શહેર ભાજપ ખજાનચી મયુરભાઈ શાહ, જયેશભાઈ શાહ (સોનમ કલોકસ્), ડો.મેહુલભાઈ રૂપાણી, જાણીતા ધારાશાસ્ત્રી પિયુષભાઈ શાહ, જય ખારા, મિતુલભાઈ વસા, બિલ્ડર હેમલભાઈ મહેતા, જૈન સાહિત્યકાર મનોજભાઈ દેલીવાળા, રાકેશભાઈ દેલીવાલા, પ્રતાપભાઈ વોરા, ગીરીશભાઈ મહેતા, સુશિલભાઈ ગોડા, યોગેશભાઈ ગોડા, કેતનભાઈ દોશી, અખિલભાઈ શાહ,  મનાલીબેન દોશી શાહ, શિરીષભાઈ બાટવિયા, નીતિનભાઈ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સાંજ સમાચાર ના યુવા એક્ઝિક્યુટિવ કરનભાઈ શાહે પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને ગઈકાલે રાજકોટમાં આયોજિત દીક્ષા મહોત્સવ અને આગામી રવિવારે 1008 આયંબિલ તપના પારણાં મહોત્સવ વિશે ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત જૈન વિઝનના કાર્યક્રમો બિરદાવ્યા હતા. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે સંબોધન કર્યું હતું. ચંદ્રકાંતભાઈ શાહે મહાવીર કે સંતાન હૈ.. ભક્તિગીતની ગાયું હતું.

આ કાર્યક્રમમાં જાણીતા ભક્તિકાર ભૂપેન્દ્રભાઈ મહેતા કે જેઓ સાતમા આયંબિલ તપના આરાધક રહી સુંદર ભક્તિ કરાવી રહ્યા હતા. તેમની સાથે પ્રતાપભાઈ શાહ, ઉર્વશીબેન પંડ્યા જોડાયા હતા. મ્યુઝિક અરેંજમાં આશિષ શાહ અને સંચાલન આશિષ કોટક દ્વારા કરવામાં આવ્યું હતું. સેટ ડિઝાઇન તુષાર પોટા, સાઉન્ડ સિસ્ટમ જનક દવે અને ફોટોગ્રાફી જતીન કોઠારી દ્વારા કરવામાં આવી હતી. 

કાર્યક્રમના સહયોગી માતુશ્રી  ઇન્દિરાબેન અંનતરાય કામદાર હસ્તે રાજેશભાઈ તથા નીતિનભાઈ, માતુશ્રી રમીલાબેન હરકિશનભાઈ બેલાણી હસ્તે ધારાબેન જીતુભાઇ બેલાણી, ઋષભ ચંદ્રકાન્તભાઈ શેઠ, શ્રી સુગંધાબેન ઓમકારલમજી જૈન હસ્તે અજીત જૈન, શ્રી વિનોદભાઇ હરિલાલ દોશી એચ જે ઇન્ડસ્ટ્રીઝ સીએસઆર ફાઉન્ડેશન હસ્તે મયુરભાઇ શાહ, ગીરીશભાઈ પ્રાણલાલ ખારા, જયેશભાઇ શાહ સોનમ કવોટર્ઝ, સ્વ.માતુશ્રી  ભારતીબેન ભુપતલાલ લાઠીયા પરિવાર, ડો.મેહુલભાઈ રૂપાણી, મુકેશભાઈ દોશી મોર્ડન, હેમલભાઈ મહેતા, સુરેશભાઈ અજમેરા દ્વારા સહયોગ મળ્યો હતો. લક્કી ડ્રોના દાતા જૈન અગ્રણી પ્રફુલભાઈ ધામી,  

ડો.હાર્દિક શાહ, સચિન વોરા, હિમાંશુ પારેખએ આપ્યો હતો. આ ઉપરાંત દરેક દાતાશ્રીઓનું સાંજ સમાચાર ના યુવા એક્ઝિક્યુટિવ શ્રી કરનભાઈ શાહના હસ્તે અભિવાદન કરાયું હતું. કાર્યક્રમમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં અખંડ 1008 આયંબિલની કઠોર તપસ્યા કરનાર પૂજ્ય મહાસતીજી માટે કળશમાં સાકર અર્પણ કરવામાં આવી હતી. અને સૌ દીદીઓ દ્વારા મંચ પર થી આ અંગે માહિતી અપાઈ હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj