જામનગર બેઠકના ઉમેદવાર પૂનમબેન પાસે કરોડોની સંપત્તિ

Local | Jamnagar | 20 April, 2024 | 02:51 PM
સાંજ સમાચાર

જામનગર તા.20: જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે ઉમેદવારીપત્ર સાથે રજુ કરેલા સોગંદનામામાં પોતાની સ્વપાર્જીત સ્થાવર જંગમ મિલ્કતોની બજાર કિંમત 64.38 કરોડ થાય છે. જે સામે તેના પર પતિ પાસેથી લીધેલી રૂ.18 કરોડની લોન અને અન્ય રૂ.3પ કરોડની જવાબદારી દર્શાવવામાં આવી છે. બે લક્ઝુરિયસ મોટરો, પોતા પાસે એક પિસ્તોલ અને પતિ પાસે 3 રાયફલો હોવાનું જાહેર કર્યુ છે.

ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે 2024ની લોકસભાની ચુંટણીના જામનગર બેઠકના ઉમેદવાર પુનમબેન માડમે સોગંદનામામાં પોતાનું ઈન્કમટેક્સ રીર્ટન રૂ.80.13 લાખ, પતિ પરમિન્દરકુમારનું રીર્ટન રૂ.4.38 કરોડનું ભર્યાનું દર્શાવ્યું છે. પોતાની હાથ પરની રોકડ રૂ.3.પર લાખ, પતિ પાસે રૂ.1.90 લાખ, શેરો, સરકારી યોજનાઓમાં મળીને કુલ 12.85 કરોડનું રોકાણ, રૂ.34.45 લાખની ટોયોટા ફોરચુનર રૂ.45.89 લાખની ટોયોટા લેન્ડક્રુઝર કાર, રૂ.3.72 કરોડનું 5554.37 ગ્રામ સોનું, 51.92 લાખના હીરા, 19.82 લાખની ચાંદી, રૂ.1.08 લાખની બેરેટા પીસ્તોલ તેમજ પતિ પાસે ડબલ બેરલ બે અને એક સીંગલ બેરલ રાયફલ મળીને પોતાની જંગમ મિલ્કતો રૂ.22.16 કરોડની અને પતિની જંગમ મિલ્કતો રૂ.35.77 કરોડની તથા હિન્દુ સંયુક્ત પરિવારની મિલ્કતો રૂ.2.66 કરોડની દર્શાવી છે.

તેઓએ જામનગર ખાતેના બે મકાન, ઓફીસ, ખેતીની વિવિધ જમીનો સહિતની પોતાની 47.09 કરોડની સ્વપાર્જીત મિલ્કતો દર્શાવી છે. જેની બજાર કિંમત 64.38 કરોડ ગણાય. તેઓએ પતિ પાસેથી રૂ.18 કરોડની લોન તેમજ મિલ્કતોના વેચાણ સામે એડવાન્સ ચુકવણા રૂપે કંપનીને રૂ.35 કરોડ આપ્યાની વિગતો દર્શાવી છે. આમ જામનગર લોકસભા બેઠકના એક માત્ર મહિલા ઉમેદવાર આર્થિક રીતે સૌથી શક્તિશાળી ઉમેદવાર ગણી શકાય. તેઓ વડોદરાની એમ. એસ. યુનિ.ના બીકોમ ગ્રેજ્યુએટ છે. તેમજ તેઓ સામે એક પણ પ્રકારના કેસ કે, કોઈ પણ ટેક્સ કે સરકારી કરજો તેઓના નામે બાકી બોલતો નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj