જામનગર તા.20
જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતા જામનગરના રેલ્વે સ્ટેશન સહિતની રેલ્વેની આઠ પોપર્ટીઓના રૂ.35 કરોડ ઉપરાંતના બાકી વેરાની વારંવાર ઉપરાણી છતાં રેલ તંત્ર વેશ ભરતું ન હોવાથી મ્યુ. તંત્રએ સીટી સર્વેમાં આવેલી શહેરના રેલ્વે સ્ટેશન સહિતની મિલ્કતોમાં ગીરો હક્કની નોંધ દાખલ કરાવી દેવામાં આવી છે. ગત વર્ષની માફક આગામી દિવસોમાં તંત્ર જપ્તી કે સીલીંગ જેવા આગળના પગલા પણ ભરી શકશે.
કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) જિજ્ઞેશ નિર્મલ દ્વારા રેલ તંત્રની મિલ્કતોના બાકી વેરાની વસુલાત માટે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીપીએમસી) કાયદા મુજબ રેલ વિભાગના આસી. ડિવીઝનલ એન્જીપર કચેરીને ગત ડિસેમ્બર માસમાં નોટીસ આપીને જણાવવામાં આવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા કાયદા મુજબની પ્રક્રિયાઓ કરીને મિલ્કત વેરો અને આનુસંગિક વેરા વસુલવા પ્રક્રિયા કરી હતી.
તેમ છતાં પણ વેરા ભરવામાં આવ્યા નથી. રેલ તંત્રના સબંધિત અધિકારીઓ સમય મર્યાદા બાદ પણ રકમ ભરવામાં નિષ્ફળ ગયા છે. તેથી 10 મિલ્કતોનો સાંકેતિક કબ્જો લઈ લીધો છે.
આ કાર્યવાહી છતાં રેલ તંત્રએ વેરા ભરવાની કાર્યવાહી નહીં કરવા ગત તા.13 જાન્યુઆરી-2025ના રોજ મહાનગરપાલિકા. તંત્રએ સીટી સર્વે કચેરીમાં અરજી કરીને જામનગર તથા હાપાના રેલવે સ્ટેશન સહિતની 10 મિલતો ઉપર લીયત (ગીરો હક્ક) દાખલ કરવાની કાર્યવાહી કરી છે. આગામી સમયમાં રેલ તંત્ર સામે બાકી વેરા પેટે મહાનગરપાલિકા તંત્ર વધુ આકરા પગલા લઈ શકે છે.
મહાનગરપાલિકા તંત્રએ ગીરો હક્ક દાખલ કરેલી રેલવેની મિલકતો અને બાકીમા બેડેશ્વરમાં ઓપન પ્લોટ રૂ.2.64 કરોડ,ગાંધીનગર રેલવે સ્ટેશન રૂ.4.38 કરોડ,એરફોર્સ રોડ ઉપર પર 9 પ્લોટના રૂ.14.95 કરોડ,એરફોર્સ રોડ પરના 3 પ્લોટ રૂ.2.84 કરોડ, ઈજનેર બંગલો પી.એન. માર્ગ રૂ.45.51 લાખ,ઈજનેર ઓફીસ પી.એન.માર્ગ રૂ.15.27 લાખ, ઈજનેર ઓફીસ ઓપન પ્લોટ રૂ.15.80 લાખ,ઈજનેર ઓફીસ ભીમવાસ 1.16 કરોડ,ઈજનેર ઓફીસ ભીમવાસ રૂ.1.60 કરોડ,હાપા રેલવે સ્ટેશન યાર્ડ ઓફીસ રૂ.7.39 કરોડની રકમ વેરા પેટે બાકી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત એપિલ માસમાં જી. જી. હોસ્પિટલ પાસે આવેલી ઈજનેર ઓફીસ અને ડીકેવી સર્કલમાં આવેલો ઈજનેર બંગલો અંશત: સીલ કરવાની કામગીરી બાદ જાગેલા રેલ તંત્રએ વેરા પૈકીની અમુક રકમ ભરી સીલ દુર કરાવ્યા હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy