કેવડાવાડીમાં આઈડી પર કપાત કરાવી ક્રિકેટ સટ્ટો રમાડતો જીતેન્દ્ર નિમાવત ઝડપાયો

Crime | Rajkot | 18 May, 2024 | 04:32 PM
ફંટર ગ્રાહકો પાસેથી સેશનના સોદા લઈ કપાત કરાવતો હતો: ભક્તિનગર પોલીસે મોબાઈલ નંબરના આધારે બુકીની શોધખોળ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.18
કેવડાવાડીમાં આઈડી પર કપાત કરાવી ક્રિકેટ સટ્ટો રમાડતો જીતેન્દ્ર નિમાવતને ભક્તિનગર પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દરોડાની વિગત મુજબ, ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં પીએસઆઈ એમ.એન.વસાવા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના કોન્સ્ટેબલ નિખીલ પીરોજીયા અને યુવરાજસિંહ રાણાને કેવડાવાડી શેરી નં.06 રવિ ટી ડેપોની બાજુમાં રહેતો જીતેન્દ્રભાઇ નિમાવત પોતાના મકાનમાં આઈ.પી.એલ. ક્રીકેટ મેચમાં ફોનમાં ઓનલાઈન એપમાં આઈ.ડી મારફતે ઓનલાઇન ગ્રાહકો સાથે વાતચીત કરી સેશન ફેરના સોદાઓ લઇ હારજીતનો જુગાર રમે છે તેવી બાતમીના આધારે દરોડો પાડી ત્યાં હાજર જીતેન્દ્ર ગોરધન નિમાવત  (ઉ.વ.64) ની અટક કરી તેના મોબાઈલમાં તપાસ કરતાં  ગુગલ ક્રોમમાં જેકપોટ એક્સચેન્જ 99.કલબ નામની આઈડીમાં આઈપીએલની મેચમાં તેમજ પાકિસ્તાન અને આયરલેન્ડની ક્રિકેટ મેચમાં સટ્ટો રમતો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી હતી.

તેમજ તેમની પાસે રહેલ અન્ય મોબાઈલમાં તપાસ કરતાં તેમાં મો.નં.75750 53550 પર વાતચીત કરી કપાત કરાવી જુગાર રમતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે મોબાઈલ નંબરના આધારે બુકીની તપાસ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj