‘નાફેડ’ના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાતા જેઠાભાઇ ભરવાડ

Local | Rajkot | 22 May, 2024 | 04:36 PM
દેશની સૌથી મહત્વની સહકારી સંસ્થાના ચેરમેનની ચૂંટણીમાં ર1 ડિરેકટરોએ મતદાન કર્યુ : મોહનભાઇ કુંડારીયા પણ ડિરેકટર પદે બિનહરીફ ચૂંટાયા હતા
સાંજ સમાચાર

રાજકોટ, તા. રર

નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)ના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ ચૂંટાયા છે. દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્ત્વની ગણાતી નાફેડની ચૂંટણી યોજાતા ગુજરાતના બે સહિત ર1 ડિરેકટરોએ મતદાન કર્યુ હતું.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ કે જેમના માટે દિલીપ સંઘાણીએ તેમની બેઠક ખાલી કરી હતી, તેઓ નાફેડની ડિરેક્ટરોની બોર્ડ મીટિંગમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે. મોહનભાઇ કુંડારિયાને નાફેડના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.

દિલ્હી ખાતે નાફેડના ચેરમેન પદ માટે મતદાન યોજાયું હતું. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું છે.અગાઉ ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

ઇફ્કોના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ માટે 21 ડિરેક્ટરોની બોર્ડ મિટિંગમાં દિલીપ સંઘાણીની ચેરમેન તરીકે બીજી વખત નિયુક્તિ કરાઈ હતી. તો ઇફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે બે ટર્મથી જયેશ રાદડિયાની જીત થઈ હતી. આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બીપિન પટેલને મેન્ડેટ આપ્યો હતો. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. જેને લઈ જયેશ રાદડિયા અને બીપિન પટેલ તેમજ મોડાસાના પંકજ પટેલ વચ્ચે જંગ હતો.

ઇફ્કોમાં ડિરેક્ટર પદ માટે યોજાયેલી ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. કુલ 182 મતદારો હતા, જેમાંથી 180 મતદારોએ મતદાન કર્યું હતું. જયેશ રાદડિયાને 114 મત અને બીપિન પટેલને 66 મત મળ્યા હતા. 

ડિરેક્ટરની ચુંટણીમાં જેઠાભાઈની પેનલને બહુમતી મળી હતી. જે બાદમાં જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલ સિંહની પેનલ વચ્ચે સહમતી બની હતી. નાફેડમાં કુલ 21 ડિરેક્ટરો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરતા હોય છે. જોકે જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલ સિંહની પેનલ વચ્ચે સહમતી બનતા નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહિર (ભરવાડ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગુજરાતમાંથી જેઠા ભરવાડ અને મોહન કુંડારિયા ડિરેક્ટર તરીકે બિનહરીફ થયા છે. 
જેઠા ભરવાડ સતત 6 ટર્મથી જંગી બહુમતીથી શહેરા બેઠક પરથી જીત્યા છે. વર્ષ 1998થી વર્ષ 2022 એમ સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ સાથે જેઠા ભરવાડ હાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj