જુનાગઢ તા.30
જુનાગઢ જીલ્લા પંચાયતના સરપંચ એસો.ના પ્રમુખ સાવજ ડેરીના ચેરમેન, ભાજપ અગ્રણી અને જીલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ દિનેશ ખટારીયાએ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરને તેના ભત્રીજાના ફોન પરથી વોટસએપ કોલ કરી ગાળો ભાંડી ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપ્યાની અને પોલીસ રક્ષણ મેળવી લેજે તેવી ધમકી આપી દાદાગીરી કર્યાની ઘટના ઘટવા પામી છે.
આ અંગે વંથલી તાલુકાના સરપંચોએ ડીડીઓનું સન્માન કર્યું તે બાબતે શંકા કારણભૂત છે. તાલુકાના 15 ગામડાઓના સરપંચોએ ડીડીઓ નિતીન સાંગવાનનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું ત્યાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરની ચેમ્બરમાં તેઓને મળ્યા હતા.
આ મામલે જીલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરને દિનેશ ખટારીયાએ વોટસએપ કોલ કરી બેફામ ગાળો ભાંડી તને મારી નાખવો છે. ટાંટીયા વગરનો કરી દેવો છે, તારે જયાં જવું હોય ત્યાં જજે પોલીસ રક્ષણ મેળવવું હોય તો મેળવી લેજે તને રહેવા નથી દેવાનો તેવી ધમકી આપી હતી.
આ અંગે જીલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈના જણાવ્યા મુજબ દિનેશ ખટારીયાએ તેના ભત્રીજાના ફોન પરથી વોટસએપમાં ધમકી આપી હતી.
જેનો મારી પાસે સ્ક્રીનશોટ છે. દીનેશ ખટારીયા- ડીડીઓ સામે આંદોલન કરી રહેલ દીનેશ ખટારીયાના તાલુકાના સરપંચોએ ડીડીઓનું સન્માન કરી તને મળવા આવેલ તેથી મે આવું કરાવ્યું છે તેમ કહી ધમકી આપી હતી. આ અંગે ડીડીઓને લેખીત રજુઆત કરવામાં આવી છે અને રક્ષણની માંગણી કરવામાં આવી છે. ડીડીઓને વોટસએપ પર પત્ર મળ્યો છે. આજે એસપીને મળી તેની ચર્ચા કરાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy