જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં 10 અપક્ષ સહિત 26 ઉમેદવારી ફોર્મ ભરાયા: આજે ફોર્મની ચકાસણી

Saurashtra, Lok Sabha Election 2024 | Junagadh | 20 April, 2024 | 01:58 PM
માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં બે અપક્ષ સહિત 9 ફોર્મ રજૂ
સાંજ સમાચાર

જૂનાગઢ, તા.20
લોકસભા અને પેટા ધારાસભાની ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિને ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેમ કુલ 7 વ્યકિતઓએ દાવેદારી કરી કુલ 26 ફોર્મ ભરાયા છે જેમાં સૌથી વધુ અપક્ષોના ફોર્મ ભરાયા છે. ગઇકાલે છેલ્લા દિવસે 17 ફોર્મ ભરાયા હતા. જૂનાગઢની બેઠક ઉપર મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસ ઉપરાંત લોંગ પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, રાઇટુ રિકોલ નવી પાર્ટી આ વખતે જુનાગઢમાં આવી ફોર્મ ભર્યું છે. બહુજન મુકિત પાર્ટીએ પણ ફોર્મ ભર્યું છે. ગઇકાલે અંતિમ દિને ફોર્મ ભરાયા હતા. ગત તા.12 દરમ્યાન 17 વ્યકિતએ કુલ 26 ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

ખાસ તો સૌથી વધુ અપક્ષોેનો રાફડો ફાટ્યો હોય તેમ 10 ફોર્મ ભરાયા છે. આજથી ફોર્મ ચકાસણી કર્યા બાદ 22 એપ્રિલના રદ થયેલ સિવાયના ફોર્મ પરત ખેંચી શકાશે તે દિવસે બપોરના 3 બાદ ચિત્ર સામે આવશે.ભાજપના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમા ઉપર પક્ષે ત્રીજી વખત કળશ ઢોળ્યો છે જેમાંથી ઉમેદવાર તરીકે ભાવનાબેન હીરપરાએ ફોર્મ ભર્યું છે. સામે કોંગીમાંથી હીરાભાઇ જોટવાએ ફોર્મ ભર્યા છે. ડમી ઉમેદવાર તરીકેના પુત્ર અભય હીરાભાઇ જોટવાએ 3 ફોર્મ ભર્યા છે. ભાજપ-કોંગી ઉપરાંત લોંગ પાર્ટીમાંથી અલ્પેશ ચંદુલાલ પ્રાંભલીયા, બસપામાંથી  જયંતિલાલ માકડીયા, રાઇ ટુ રિકોલ પાર્ટીમાંથી ઈશ્વરભાઈ રામભાઇ સોલંકી, બહુજન સમાજ પાર્ટીમાંથી વાઢેર દાનસીંગ ચીનાભાઇએ ફોર્મ ભર્યું છે. અપક્ષોમાંથી 10 ફોર્મ ભરાયા છે.

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં સ્ટેન્ડીંગ કોંગી  ધારાસભ્ય અરવિંદ લાડાણીને કોંગીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઇ જવા પામેલ. તેઓએ ભાજપે ટીકીટ આપતા કોંગીમાંથી હરિભાઇ કણસાગરા (વડાગામ) રાજકોટ ક્રિષ્ના હોટલવાળા વચ્ચે સીધા ટક્કર અને કડવા-પાટીદારો વચ્ચે દાયકાઓ બાદ પટેલ-પટેલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે (બંને કડવા-પાટીદાર છે) ભાજપમાંથી હરિભાઇની સાથે ડમી ઉમેદવાર તરીકે નારણભાઇ દેવસીભાઇ સોલંકી અને કોંગીના હરિભાઇની સાથે ડમી ઉમેદવાર ધીરજલાલ વ્રજલાલ કુંભાણીએ ફોર્મ ભર્યું છે અપક્ષમાં મહેશભાઇ રામજીભાઇ પરમાર, સોલંકી જયંતિભાઇએ ઉમેદવારી નોંધાવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj