સોમવારે જુનાગઢ મનપાનું જનરલ બોર્ડ

Local | Junagadh | 26 April, 2025 | 12:21 PM
ટાઉન હોલ-સ્વીમીંગ પુલનો ખર્ચ જાહેર થશે: શાસકોને ભીડવવા વિપક્ષની તૈયારી..
સાંજ સમાચાર

જુનાગઢ તા.26
 આગામી 28 એપ્રીલને સોમવારના જુનાગઢ મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ મળનાર છે. તેમાં વિપક્ષી છેલ્લા 15 વર્ષમાં ટાઉન હોલ-સ્વીમીંગ પુલના ખર્ચના આંકડા માગતા શાસકો આંકડા જાહેર કરશે. આ આંકડા જ શાસકોને ભીડવે તેવી શકયતા છે.

આગામી જનરલ બોર્ડમાં વિપક્ષો દ્વારા શાસકોને પ્રશ્ર્નો પુછયા છે તેમાં કોંગી નગરસેવકોએ 15 વર્ષમાં ટાઉન હોલ અને સ્વીમીંગ પુલ પાછળ કેટલાક રોડનો ખર્ચ કર્યો છે. વોર્ડ નં.15માં ગૌવંશને રાખવા માટેની કામગીરી સોંપવા, તાજેતરમાં દબાણો હટાવવામાં આવ્યા તે અંગે મનપાના અધિકારી દ્વારા અસામાજીક તત્વો જેવા શબ્દોનો ઉપયોગ કરવા બદલ ગેરવર્તનની કાર્યવાહી થાય કે કેમ? સહિતના પ્રશ્નો રજુ કરાયા છે.

મનપા હસ્તકના સ્વીમીંગ પુલમાં વર્ષ 2010થી અત્યાર સુધીમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો? તેની ટેન્ડર પ્રક્રિયા, વર્ક ઓર્ડર, સમયમર્યાદા, બીલની ચુકવણી, બોર્ડમાં મુકવાની માંગણી કરી છે. 2010થી અત્યાર સુધીમાં મનપા હસ્તકના ટાઉન હોલમાં કરેલ ખર્ચની સંપૂર્ણ વિગતો ટાઉનહોલ અંગે સ્ટેબીલીટી રિપોર્ટ આવ્યો હોય તો તેની વિગત બોર્ડ સમક્ષ મુકવાની માંગણી નગરસેવકોએ કરી છે.

આધારકાર્ડ અપગ્રેડેશનની કામગીરી સવારે ટોકન આપ્યા બાદ અરજદારોનો વારો આવે ત્યારે કોઈને કોઈ કારણોસર અપગ્રેડેશનની કામગીરી થતી નથી લોકો રોજબરોજ હેરાન થાય છે. તેનું નિરાકરણ કરવા, અગ્રાવત દવાખાના નજીક સ્વામી વિવેકાનંદનું નામાકરણ કરવાની માંગણી કરવામાં આવી છે.

આઈસીયુ એમ્બ્યુલન્સ ખરીદી કરવા ભેંસાણ ચોકડીએ ગેઈટ બનાવવા અંગેના પ્રશ્ર્નો રજુ કરાયા છે. આગામી જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષોના ધારદાર પ્રશ્ર્નો હીસાબો રજુ કરવામાં શાસકોની આંખો પહોળી થઈ જશે. કારણ કે હવે વિપક્ષ આ વખતે મજુબત છે તેથી સંતોષકારક જવાબ આપવા પડશે નહીં તો બોર્ડની કાર્યવાહી આગળ વધી નહી શકે. ભૂતકાળમાં વિપક્ષનો અવાજ દબાવી દઈ મનસ્વી રીતે બોર્ડ ચલાવતા હતા. હવે તેવું નહી શકે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj