કાલે શહેર ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલી અર્પણ કરાશે

Gujarat, Saurashtra | Rajkot | 13 April, 2024 | 04:55 PM
શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ
સાંજ સમાચાર

 રાજકોટ, તા.13
 

ડો. બાબાસાહેબ આંબેડકરજી એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઈતિહાસકાર, અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓએ ભારતીય બંધારણમાં નીભાવેલી જવાબદારીને કારણે તેમને ’બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા, તેઓ ખરા અર્થમાં એક નાયક, વિધ્વાન, દાર્શનિક, વૈજ્ઞાનિક, સમાજસેવી અને ધૈર્યવાન વ્યક્તિત્વના માલિક હતા. તેમની અદ્વિતીય પ્રતિભા અનુકરણીય છે. 
આવતીકાલે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા.14 એપ્રિલના સવારે 9 કલાકે સીવીલ હોસ્ટિપલ ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. તેમજ સવારે 10:30 કલાકે શહેરના તમામ બુથમાં ડો.આંબેડકરજીના ફોટાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કર્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj