કલ્કી મંદિર: જ્યાં ભગવાનના જન્મ પહેલા સ્થાપિત કરાશે પ્રતિમા

India, Dharmik | 20 February, 2024 | 05:07 PM
કલ્કી મંદિર પાંચ વર્ષમાં તૈયાર થઇ જશે: વિષ્ણુના 10 અવતારોના અલગ અલગ 10 ગર્ભગૃહો બનશે
સાંજ સમાચાર

સંભલ, તા.20
ઉત્તર પ્રદેશના સંભલમાં ગઇકાલે વડાપ્રધાન મોદીએ કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ એક એવું મંદિર બનશે જેમાં ભગવાન કલ્કીના જન્મ પહેલા તેમની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. વિષ્ણુના 10મા અવતારો માટે જુદા-જુદા 10 ગર્ભગૃહો બનશે આ મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુના 10મા અવતારો માટે 10 અલગ અલગ ગર્ભગૃહ હશે. આ કલ્કીધામ મંદિર પરિસર પાંચ એકરમાં બનશે. જેને બનવામાં પાંચ વર્ષનો સમય લાગશે.

કલ્કી મંદિરની ખાસિયતો
આ મંદિરનું નિર્માણ પણ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં સ્તિથ બંશી પહાડપુરના ગુલાબી પથ્થરોથી થશે. ગુજરાતના સોમનાથ મંદિર અને અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ પણ અહીંના પથ્થરથી થયું છે. કલ્કી મંદિરનું નિર્માણ 11 ફીટ ઉંચા ચબૂતરા પર થશે. તેના શિખરની ઉંચાઇ 108 ફીટ રહેશે. મંદિરમાં 65 તીર્થોની સ્થાપના થશે. મંદિરના નિર્માણમાં ક્યાંય પણ સ્ટીલ કે લોખંડનો ઉપયોગ નહીં કરાય. કલ્કી ધામમાં ભગવાન કલ્કીની નવી મૂર્તિની સ્થાપના થશે. જ્યારે જુની કલ્કી પીઠ યથાવત રહેશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj