મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન

Local | Morbi | 17 April, 2024 | 02:00 PM
સાંજ સમાચાર

જીજ્ઞેશ ભટ્ટ દ્વારા 
મોરબી તા 17

 

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જે બ્રહ્મ પરિવારના ભાઈ અને બહેનોને ભાગ લેવો હોય તેઓની પાસેથી કોઈપણ એક ગીતનું વિડિયો રેકોર્ડિંગ મંગાવવામાં આવ્યું છે તેના આધારે આગામી દિવસોમાં આ કાર્યક્રમની તારીખ, સમય અને સ્થળ નક્કી કરવામાં આવશે

હાલમાં કરાઓકે સિંગીંગએ નવી ટેકનીક અને ટેકનોલોજીનું ગાયન સ્વરુપ છે જેના દ્વારા નવા કલાકારોને મંચ મળે છે ત્યારે બ્રહ્મ બંધુ ભગીનીઓને સ્ટેજ અને સાથે મનોરંજન પણ મળેએ હેતુથી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે 
આ કાર્યક્રમ આગામી મે કે જુન માહિનામાં રાખવામા આવશે અને આ કાર્યક્રમમાં કોઈપણ ઉંમરના મોરબી શહેરના બ્રહ્મ પરિવારના ભાઈ અને બહેનો ભાગ લઈ શકશે અને જેને ભાગ લેવો હોય તેઓએ પોતાનું નામ, સરનામું, ઉંમર, સંપર્ક નંબર સહિતની વિગતો સાથે કોઈપણ એક ગીતનું વિડિયો રેકોર્ડિંગ સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીને (87802 87220) ઉપર તા 30/4 સુધીમાં મોકલવાનું રહેશે અને આ કાર્યક્રમ માટે સ્થાન, તારીખ અને સમય વગેરે વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે તેવું પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી અને અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા તેમજ કમલભાઈ દવે, મિલેશભાઈ ડી. જોષી, અમુલભાઈ જોષી, કેયુરભાઈ પંડ્યાએ જણાવ્યુ છે

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj