રાજકોટ, તા. 17
ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાના પૌત્રના લગ્ન પ્રસંગે આજે અને આવતીકાલે રાજકોટમાં અનેક મહાનુભાવો પહોંચશે. વાળાના પૌત્ર દર્શિલ અને રાજકોટના જાણીતા તબીબ દંપતિ અતુલભાઇ તથા દર્શનાબેન પંડયાની પુત્રી અદિતી સાથે યોજાયા છે જેમાં આજે અને આવતીકાલ બે દિવસ લગુન રીસોર્ટમાં અનેક આયોજનો થયા છે.
જેમાં હાજરી આપવા આજે ગુજરાતની કેબીનેટના અનેક મંત્રીઓ રાજકોટ પહોંચી રહ્યા છે આવતીકાલ કર્ણાટકના રાજયપાલ અને વાળાના અનુગામી થાવરચંદ ગેહલોત તેમજ ઉતરપ્રદેશના રાજયપાલ અને વજુભાઇ સાથે ગુજરાતની કેબીનેટમાં સેવા આપી ચૂકેલા શ્રીમતી આનંદીબેન પટેલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટ આવશે અને લગ્ન સમારોહમાં ભાગ લેશે.
રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય હિરાસર વિમાની મથક ખાતે પ્રથમ વખત એકીસાથે અનેક ચાર્ટર ફલાઇટ લેન્ડ થશે અને બે દિવસ વિમાની મથક અત્યંત વ્યકત રહેશે. તેમજ રાજકોટ આવી રહેલા મહાનુભાવોની સુરક્ષા સહિતની ગોઠવણો પણ શહેર પોલીસ તેમજ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવી છે. એક સાથે બે રાજયના રાજયપાલ રાજકોટ આવી રહ્યા હોય તેવી સંભવત: પ્રથમ ઘટના છે. તેમજ ગુજરાત અને રાષ્ટ્રીય ભાજપના અનેક અગ્રણીઓ પણ રાજકોટ પહોંચશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy