જામ ખંભાળિયા, તા. 13
ખંભાળિયા શહેરમાં જાયન્ટસ ગ્રુપ દ્વારા તાજેતરમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે કર્મયોગી કેશવ એવોર્ડનું એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાં રાજ્ય કક્ષાએ નંબર આવેલો હોય અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની હોય એવા જુદા જુદા ક્ષેત્રમાં પ્રતિભા ધરાવતા વ્યક્તિઓને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ એનાયત પ્રસંગે રાજકોટના સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી, સ્વામી મુનીવત્સલ સ્વામી, દાતા ભીખુભા વાઢેરના પ્રતિનિધિ શૈલેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા પંચાયતના સદસ્ય એભાભાઈ કરમુરના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જાયન્ટસ ગ્રુપના પ્રમુખ હેલીબેન ખેતિયા, દિલીપભાઈ વ્યાસ, રવિભાઈ દવે, બીનલબેન જોશી, ઈલાબેન વાઢેર, વિગેરેએ જહેમત ઉઠાવી હતી. (કુંજન રાડિયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy