હળવદમાં હાઈટેક લૂંટ: યુવાનનું અપહરણ કરી ગુગલ-પેથી નાણા પડાવી લીધા

Crime | Morbi | 12 April, 2024 | 11:45 AM
ત્રણ શખ્સો છરીની અણીએ બાઈકમાં ઉપાડી ગયા: માર મારી રોકડા નાણા કાઢી લઈ ખાતામાંથી પણ રકમ ટ્રાન્સફર કરાવી: આરોપીઓની શોધખોળ
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.12

હળવદમાં મોરબી ચોકડી પાસે રહેતા યુવાનના ગળે છરી મૂકીને સરા રોડ ઉપર નર્મદા કેનાલ પાસેથી બાઈકમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને એક રૂમ ઉપર લઈ જઈને ત્યાં માર તેની પાસેથી રોકડા રૂપિયા 4500 તથા મોબાઈલ ફોન ઉપરથી ગૂગલ પે માં 10,000 ટ્રાન્સફર કરાવીને કુલ મળીને 14,500 ની લૂંટ કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ અજાણ્યા શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં હળવદની મોરબી ચોકડી પાસે જહોન-ડીયર શોરૂમની પાછળના ભાગમાં ભાડાના મકાનમાં રહેતા પ્રકાશભાઈ ગોપાલભાઈ કુમાવત (26) નામના યુવાને અજાણ્યા ત્રણ શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે હળવદના સરા રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલ પાસે તે તા.10 ના રોજ રાત્રિના 9:30 થી 11:00 વાગ્યા દરમ્યાન હાજર હતો ત્યારે ત્યાં અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તેના ગળા ઉપર છરી મૂકીને તેનું બાઈક ઉપર અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને એક રૂમમાં લઈ જઈને ત્યાં ધોલ ધપાટ કરવામાં આવી હતી.

આટલું જ નહીં પરંતુ ત્યાંથી તેને સૂમસાન જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેને લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી અને તેના પેન્ટના કિસ્સામાંથી રોકડા રૂપિયા 4500 તેમજ મોબાઇલ ફોનમાં ગૂગલ પે થી 10,000 ટ્રાન્સફર કરાવીએ કુલ 14,500 ની લૂંટ કરવામાં આવી હતી.

જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. કે.એન. જેઠવા ચલાવી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj