શેરડીની ખરીદ કિંમત કિવન્ટલે રૂ।.25 વધારી રૂ।.340 કરાઈ

India, Business | 22 February, 2024 | 05:15 PM
સેટેલાઈટના ભાગો બનાવવા 100 ટકા વિદેશી રોકાણને લીલીઝંડી
સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.22
કેન્દ્ર સરકારે ઓકટોબરથી શરૂ થઈ રહેલી 2024-25ની સીઝન માટે શેરડીની એફઆરપી (ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઈસ) પ્રતિ કિવન્ટલ રૂ।5 વધારી રૂ।40 કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની સમિતિની બેઠકમાં એફઆરપી વધારવાનો નિર્ણય લેવાયો હતો. એફઆરપી એટલે મિલોએ શેરડી ઉત્પાદકોને ચૂકવવાનો લઘુત્તમ ભાવ.એફઆરપીમાં પ્રતિ ક્વિન્ટલ રૂ।5ની વૃદ્ધિ મોદી સરકારના શાસનમાં સૌથી વધુ છે.

આગામી લોકસભા ચૂંટણી પહેલાં આ નિર્ણય ઘણો મહત્વનો બને છે. મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને કર્ણાટક શેરડી પકવતા અગ્રણી રાજયો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોની સમિતિએ શુગર સીઝન 2024 -25માં શેરડીની પ્રતિ કિવન્ટલ રૂ।40ની એફઆરપીને મંજૂરી આપી છે.

દરમિયાન સરકારે અંતરિક્ષ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ના નિયમ હળવા કર્યા છે. કેન્દ્રએ સેટેલાઈટના વિવિધ ભાગો બનાવવા માટે 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી છે. અન્ય મહત્વપૂર્ણ નિર્ણયમાં ગૃહમંત્રાલયે મહિલા સુરક્ષા માટે 2021-22 થી 2025-26ની અંબ્રેલા સ્કીમને ચાલુ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj