રૂપાલાનાં વિરોધમાં ગાંંધીનગરમાં ક્ષત્રિય સમાજનાં દેખાવો:પોલીસનો બળપ્રયોગ

Gujarat | Ahmedabad | 30 March, 2024 | 04:20 PM
પોલીસની રૂકાવટ છતાં ક્ષત્રિય સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું: જાતિ વિશે ટપ્પણી કરનાર રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી
સાંજ સમાચાર

ગાંધીનગર,તા.30
 

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ હજુ કર્યો નથી ગઈકાલે એક જાહેર સંમેલનમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છતાં હજુ ક્ષત્રિય સમાજનો રોષ શાંત પડયો નથી આજે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં પોલીસ આવી પહોંચી હતી અને આવેદનપત્ર આપવા જતા અટકાવવા બળપ્રયોગ કર્યો હતો.તેમ છતાં ક્ષત્રિય સમાજનાં આગેવાનોએ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં રાજકોટ લોકસભા બેઠકમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે અને જાતિ વિશે ટિપ્પણી કરી વૈમનશ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમની વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગ સાથે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે.ગાંધીનગરના રાજપૂત લીવનમાં પરસોત્તમ રૂપાલાનાં વિરોધમાં ક્ષત્રિય સમાજ મોટી સંખ્યા ઉપસ્થિત થતા પોલીસ પહોંચી હતી અને કાર્યક્રમ બંધ કરવાની વાત કરી હતી. અને કલેકટરને આવેદનપત્ર આપવા જતા રોકવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો છતાં ક્ષત્રિય સમાજે બળપ્રયોગનો સામનો કરી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. સાથે ક્ષત્રિય સમાજની બહેનોએ રૂપાલા સામે આક્રોશ વ્યકત કર્યો હતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj