લખતરના કળમ તથા તનમનીયા ગામે શકિત માતાજીના મંદિરે 15 હજારની ચોરી

Local | Surendaranagar | 17 April, 2024 | 12:57 PM
10 હજારનો મુંગટ તેમજ 5 હજારની સોનાની નથડીની ચોરી: શખ્સો કેમેરામાં કેદ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.17
લખતર તાલુકાના 2 ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોએ મંદિરોને નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક ગામની ગ્રામ પંચાયત દ્વારા જ્યારે અન્ય ગામનાં લોકો દ્વારા મંદિરમાં ચોરી થઈ હોવાની લેખિત અરજી લખતર પોલીસ સ્ટેશનમાં કરી હોવાની માહિતી મળી છે. જેમાંથી એક ગામ સીસીટીવીથી સજ્જ હોવાથી શખસો કેમેરામાં કેદ થઈ ગયા છે.

લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો ત્રાટક્યા હતા. મળતી વિગત અનુસાર લખતર પોલીસ સ્ટેશનમાં તાલુકાનાં તનમનીયા અને કળમ ગામે મંદિરોમાં ચોરી થઈ હોવાની લેખિત રજૂઆત લખતર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. આ અંગે કળમ ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર ગામનાં ઉપસરપંચ શક્તિસિંહ રાણા દ્વારા લખતર પોલીસને લખીને આપવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તા.16-4-24ના રોજ રાત્રીના 3 વાગ્યાના સમયે 2 વ્યક્તિ દ્વારા માતાજીનો અંદાજે રૂ.10,000ની કિંમતનો મુગટ તેમજ રૂ.5000ની કિંમતની સોનાની નથડી મળી કુલ રૂ.15,000ની ચોરી થઇ છે.

જે ગ્રામ પંચાયતના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતું હોવાનો ઉલ્લેખ પણ અરજીમાં કરી સ્થળ તપાસ કરી આ અંગે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. તો બીજી બાજુ તાલુકાનાં તનમનીયા ગામે પણ શક્તિ માતાજીના મંદિરમાં પણ ચોરી થઈ હોવાની લેખિત રજૂઆત લખતર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj