પ્લે-ઓફ માટે બાકીના એક સ્થાન માટે ચેમ્પીયન અને ચેલેન્જર માટે આજે છેલ્લી તક

India, Sports | 18 May, 2024 | 03:09 PM
સાંજ સમાચાર

બેંગ્લુરૂ,તા.18
આઈપીએલ 2024 માં પ્લે-ઓફની અંતિમ 4થી ટીમ માટે આજે બેંગ્લુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પાંચ વખતની ચેમ્પીયન ચેન્નાઈ સુપરકીંગ્સ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ મેચ રમાશે.જોકે આજનાં મુકાબલામાં વરસાદ વિઘ્ન બને તેવો પણ ખતરો તોળાઈ રહ્યો છે.

વર્તમાન ટુર્નામેન્ટમાં ખરાબ શરૂઆત બાદ આરસીબીની ટીમ ફરી ફોર્મમાં આવી ગઈ છે તેણે છેલ્લી પાંચ મેચ જીતી છે હવે તેમને નોકઆઉટમાં પહોંચવા માટે તેમની અંતિમ ગ્રુપ મેચ ચેન્નાઈને હરાવવી પડશે.

ગત શુક્રવારે હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન વચ્ચે મેચ ધોવાઈ ગયા બાદ કોલકતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન પછી સનરાઈઝર્સ પ્લે ઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની છે.આરસીબી અત્યારે શાનદાર ફોર્મમાં છે. છ મેચની હારનો સીલસીલો તોડયા બાદ તેણે સતત પાંચ જીત નોંધાવી છે.

વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે અને તેને છેલ્લી પાંચ મેચમાં અડધી સદી ફટકારી છે.જોકે મહત્વની વાત એ છે કે કેપ્ટન ડુપ્લીસીસ પાસેથી સારી ઈનીંગ્સની અપેક્ષા આજે રાખવામાં આવશે.કારણ કે છેલ્લી બે મેચમાં ડુપ્લેસીસ ડબલ ફીગર સુધી પહોંચી શકયો નથી.

રજત પાટીદાર અને કેમરૂન ગ્રીન મીડલ ઓર્ડરમાં સારૂ રમી રહ્યા છે.મહિપાલ લોમશેર અને દિનેશ કાર્તિક પણ ચેન્ના સ્વામી સ્ટેડીયમની વિકેટનો લાભ લેવા ઈચ્છે છે.
આરસીબીના બોલર દયાલે આ સીઝનમા સૌથી વધુ વિકેટ લીધી છે.ફર્ગ્યુસન મોહમ્મદ સીરાઝ, ગ્રીન અને સ્વપ્નપીલસિંઘને આજે પડકારનો સામનો કરવો પડશે.

સુપરકીંગનાં ઉતાર-ચઢાવ:
સુપરકીંગની ટીમનું આ સીઝનમાં મિશ્ર પ્રદર્શન રહ્યું છે જેને કારણે તેઓ પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે આ સીઝનમાં ચેન્નાઈ માટે સૌથી વધુ રન બનાવ્યા છે અને તે આજે જો સારૂ રમશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.ન્યુઝીલેન્ડનાં ઓપનર રચીત રવિન્દ્રે આ સીઝનમાં ખૂબ જ સારી ઈનીંગ્સ રમી છે. છેલ્લી ચાર ઈનીંગ્સમાં નિષ્ફળ રહેલ શીવમ દુબેએ આજે સારૂ પ્રદર્શન કરવાની જરૂર છે.

આરસીબી માટે કઠીન ચુનૌતી:
સારી રનરેટને કારણે ચેન્નાઈ માટે આ મેચ જીતવાની તક વધુ છે. આ મેદાન ઉપર તેઓ આઠ મેચો રમ્યા છે જેમાં એકજ વાર આરસીબીની હાર થઈ છે.મૌસમ વિભાગે આજે બેંગ્લુરૂમાં વરસાદની ભવિષ્યવાણી કરી છે અને જો વરસાદને કારણે મેચ ન રમાય તો ચેન્નાઈ પ્લે-ઓફમાં આવી શકશે.જયારે આરસીબીને આ મેચ કમ-સે કમ 18 રનથી અને 11 દડા બાકી હોય ત્યારે જીત મેળવવી જરૂરી છે.

આઈપીએલની કારકીર્દીમાં રોયલ ચેલેન્જર્સ અને ચેન્નાઈ સુપરકીંગ્સ વચ્ચે કુલ 32 મેચ રમાયા છે જેમાં આરસીબી 21 અને ચેન્નાઈ સુપરકીંગ્સે 10 મેચ જીત્યા છે જયારે એક મેચનું રીઝલ્ટ આવેલ નથી. આ સીઝનમાં ધોનીની સ્ટ્રાઈક રેઈટ 226.66 રહ્યું છે જેને 13 મેચમાં 136 રન બનાવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj