આઈ.ટી.નાં રિટર્ન નવી તથા જુની સિસ્ટમ મુજબ ભરવાની છેલ્લી તા.31 જુલાઈ

Local | Bhavnagar | 02 April, 2024 | 11:10 AM
સાંજ સમાચાર

ભાવનગર તા.1
 

 કાયદા મુજબ કરદાતાઓ જુની અને નવી એમ બન્ને સિસ્ટમમાંથી ગમે તે સિસ્ટમથી ઈન્કમટેક્ષનાં રિટર્ન ફાઈલ કરી શકે છે. અગાઉની જુની સિસ્ટમ મુજબ કરદાતાને ચોકકસ મર્યાદા સુધી કરેલ રોકાણો બાદ મળે છે. પછી આવક મુજબ 10-20 અને 30 ટકાના ટેકસના સ્લેબ લાગુ પડે છે. જયારે નવી સિસ્ટમમાં કોઈપણ પ્રકારનું રોકાણ બાદ મળતું નથી. ઈન્કમટેક્ષના કાયદા મુજબ 2023-24નાં નાણાકીય વર્ષ માટે રિટર્ન ભરવા માટે જુની અને નવી એમ બે સિસ્ટમ અમલમાં મુકી છે આથી જેને જુની સિસ્ટમ મુજબ રિટર્ન ભરવાનું હોય તેને ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે જાહેર કરેલ નવું ફોર્મ 10 એ ઈ સાથે ભરવાનું રહેશે. આથી ટેક્ષની ગણત્રી ધ્યાનમાં લઈને કરદાતાએ સિસ્ટમ નકકી કરીને રિટર્ન ભરવું હિતાવહ છે.

 ઈન્કમટેક્ષ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જયારે ઓડીટ રિટેન કરવા માટે છેલ્લી તારીખ 31 ઓકટોબર છે. મુદત બાદ જુની સિસ્ટમનો લાભ કરદાતાને મળી શકશે નહીં તેમ ભાવનગર ઈન્કમટેક્ષ બાર એસોસીએશનનાં દિવ્યકાંત સલોત જણાવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj