રાજુલા-જાફરાબાદ તાલુકામાં 160 આવાસોનું લોકાર્પણ

Local | Amreli | 12 February, 2024 | 12:58 PM
ધારાસભ્ય, અધિકારીઓની ઉપસ્થિતિમાં ચાવીનું વિતરણ કરાયું
સાંજ સમાચાર

રાજુલા, તા.12

રાજુલા અને જાફરબાદ નગરપાલિકાના 297 આવાસોનું લોકાર્પણ થયું હતું. રાજુલા તા.10 ફેબ્રુઆરી, 2024 (શનિવાર) ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર રાજ્ય મા પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના અને શહેરી વિસ્તારના પાલિકાઓ નો કાર્યક્ર્મ રાજુલા ખાતે યોજાયેલા આ સમારોહમાં, રાજુલા અને જાફરબાદ નગરપાલિકાના 297 આવાસો સહિત શહેરી વિસ્તારના આવાસોનું લોકાર્પણ થયું હતું.

રાજુલા ખાતે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને પંચાયતના સદસ્યો, વિવિધ હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ,  પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj