વડાપ્રધાન નરેન્દ્ર મોદીના UAE પ્રવાસનો આજે બીજો દિવસ

ફેસ્ટિવલ ઓફ હાર્મોનીનો પ્રારંભ : અબુધાબીના હિન્દુ મંદિરમા ધર્મોત્સવ

India, World, Dharmik | 14 February, 2024 | 12:34 PM
◙ પૂજ્ય મહંતસ્વામી દ્વારા સવારે પ્રાણપ્રતિષ્ઠા કરાઈ : વડાપ્રધાનએ કર્યું ઉદ્ઘાટન અને આરતી : UAEના પ્રિન્સ પણ હાજર : હજારો કાર્યકરો અને આમંત્રિત મહેમાનોએે માણી ગૌરવભણી ક્ષણ
સાંજ સમાચાર

◙ મુસ્લિમ રાષ્ટ્રમા બન્યું પહેલું BAPS  હિન્દુ મંદિર : આવતીકાલથી ફેસ્ટિવલ ઓફ હાર્મોનીમા વિવિધ દિવસોની થશે ઉજવણી : સર્વપ્રથમ "ડે ઓફ હાર્મોની"

◙ મંદિરની ફરતે રામાયણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ સહિતના ગ્રંથોના ચિત્રોની કલાકૃતિ : બનારસના ગંગા ઘાટ જેવી આબેહૂબ ડિઝાઈન : એમ્પિથિયેટરમા ભગવાન સ્વામિનારાયણ અને BAPS સંસ્થાના વિવિધ વિડીયોથી વિદ્યાર્થી અને દર્શનાર્થીઓનેે અપાશે જ્ઞાન

◙ મંદિર પરિસરમા ગાર્ડન, પ્રેમવતી ઓર્ચર્ડ ફૂડ કોટએમ્પિથિયેટર, પ્રયેર રૂમ, ગિફ્ટ શોપ, પ્રદર્શન એરિયા, કોમ્યૂનિટી હોલ અને લાયબ્રેરીની વ્યવસ્થા

:: ખાસ અહેવાલ ::

અંકુરભાઇ શાહ

અબુધાબી તા.14,
અરબ અમીરાતના અબુધાબી ખાતે આજે ગલ્ફ એરિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિરનું સવારે ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપર્ણ કરવામા આવી. બપોર બાદ ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન અને આરતી કરવામા આવશે. વડાપ્રધાન મોદીનો આજે UAE ખાતેના પ્રવાસનો બીજો દિવસ છે. 

27 એકરના ભવ્ય મંદિર પરિસરમા અલગ અલગ ગાર્ડન, પ્રેમવતી ઓર્ચર્ડ ફૂડ કોર્ટ, એક ભવ્ય કોમ્યૂનિટી હોલ, એમ્પીથિયેટર, લાયબ્રેરી, પ્રયેર રૂમ, ગિફ્ટ શોપ, અને પ્રદર્શન એરિયા પણ બનાવામા આવ્યો છે. એમ્પીથિયેટરમા વિદ્યાર્થી અને દર્શનાથી માટે સ્પેશ્યલ વિડિઓ સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામા આવ્યું છે. વિડિઓ સ્ક્રીનિંગ મા ઇઅઙજ સંસ્થા, ભગવાન સ્વામિનારાયણ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ના વિવિધ પ્રસંગો દર્શવામાં આવશે.

અબુધાબી મંદિરની સૌથી વિશેષ ખાસિયત છે મંદિર ફરતે ની દીવાલો, જેમાં ભારતીય સંસ્કૃતિના 7 મુખ્ય ગ્રંથો જેમ કે રામાયણ, શિવપુરાણ, ભાગવત પુરાણ, મહાભારત મા આવેલ વિવિધ પ્રસંગોનું આબેહૂબ કલાકૃતિ કરવામા આવેલ છે. આ એક એક પ્રસંગને એટલા સરસ કોતરણી દ્વારા દેખાડવામા આવ્યા છે.

મંદિરના ઉદ્ઘાટન સાથેજ 7 દિવસનો ફેસ્ટિવલ ઓફ હાર્મોનીની શરૂઆત થશે જેમાં અલગ અલગ દિવસો મનાવામા આવશે. આવતીકાલે સર્વપ્રથમ "ડે ઓફ હાર્મોની" ઉજવાશે. ધર્મ સાથે સાયન્સની ઉજવણી કરતુ આ ભવ્ય મંદિર ખરેખર એક અજાયબી થી કમ નથી. 

મંદિરના ઝરણાં નીચે નહિ ઉપર જઈ રહ્યા છે
અબુધાબી મંદિરની ફરતે નદીના ઝરણાં વહે છે અને મંદિરમા ઝરણાં નીચે નહિ ઉપર જય રહ્યા છે જે એક અદભુત રીતે દર્શાવાય રહ્યું છે. મંદિરમા ભક્ત પ્રવેશ કરે ત્યારે ઉચ્ચ વિચાર સાથે કરે એ માટે આવો નવો પ્રયોગ કરવામા આવ્યો છે. 

રણમા ખીલ્યું કમળ
અમેરિકામા જયારે BAPS  હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે અબુધાબી મંદિર ની બ્લુ પ્રિન્ટ અને પ્રતિકૃતિ જોતાજ પૂજ્ય મહંતસ્વામી મહારાજ એ કીધું કે આ રણમા કમળ ખીલ્યું છે. આજે એજ પ્રતિકૃતિ ને અબુધાબીના મંદિરની બહાર રાખવામા આવ્યું છે. 

દીવાઈન આઈ
અબુધાબી મંદિરને એક સેલેબ્રેશન ઓફ હાર્મોની પણ નામ આપ્યું છે. દરેક ભાષા, કલચર અને સમાજને સન્માન સાથે તેના મૂલ્યો પણ સમાવિષ્ટ થયાં છે. સમગ્ર મંદિર પરિસરને એક સાથે જોઈ સખાય તે રીતે એક વિશેષ દીવાઈન આઈ નું નિર્માણ થયું છે.

અબુધાબી મંદિરમા ખાસ ઘંટ ની સજાવટ
પુ. પ્રમુખ સ્વામી મહારાજ ના 96 વર્ષના જીવનને અનુલક્ષીને અબુધાબી મંદિરની શરૂઆતમા 96 ઘંટ ની વિશેષ સજાવટ કરવામાં આવી છે. મંદિરમા ઝરણાં વહેતા હોઈ અને એની સાથે જ ઘંટના ધીમા અવાજ થી વાતાવરણ એકદમ દિવ્ય બની જાય છે. 

વિવિધ દેશમાંથી અલગ અલગ ઝાડ લગાડવામા આવ્યા
સિમ્બોલ ઓફ હાર્મોની સમાન અબુધાબી મંદિરમા જેમ વિવિધ કલચર અને વિવિધ ભાષા લખવાંમા આવી છે એ રીતે વિવિધ દેશમાંથી તે દેશના ઝાડ (પ્લાન્ટ) પણ વાવવામા આવ્યા છે. ઉપરોક્ત તસ્વીરમા ખાસ ઝેક રિપબ્લિકથી 6500 વર્ષ જુના સબફોસીલ ઓક ઝાડ પ્રાગથી લાવામા આવ્યા હતા. આ ઝાડ એકદમ કાળા કલરના છે કારણકે તેમાં કાર્બનનું પ્રમાણ વઘુ હોઈ છે. વિશ્વના 4 થી 5 જ મ્યુઝિમમા રાખવામા આવેલ આ ઝાડ થી અબુધાબી મંદિર ની રોનક ઔર વધી ગયી હતી.

એક વર્ષના ટૂંકાગાળામા 2 મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી હવે અન્ય 4 મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમા ચાલુ : હવે દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ અને ફ્રાન્સના પેરિસ મંદિર પર ફોકસ 
પહેલા ન્યૂજર્સી (અમેરિકા) અને હવે ગલ્ફમા અબુધાબી
અબુધાબી તા 14,

સ્વામિનારાયણ સંસ્થાના સિનિયર સંત, મુંબઈ દાદર મંદિર અને વડોદરા મંદિરના ઇન્ચાર્જ અને મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામી સાથે સાંજ સમાચારના ડાયરેકટર અંકુરભાઈ શાહ સાથેની વિશેષ વાતચીત. BAPSના આગામી આયોજન વિશેની માહિતી આપતાં સ્વામીએ સાઉથ આફ્રિકાના જોહનિસબગર્ર્, ફ્રાન્સના પેરિસ, ઓસ્ટ્રેલિયાના સિડની અને  અમેરિકાના કેલીફોનિયામા નવા હિન્દુ મંદિરના નિર્માણ કર્યા ચાલુની માહિતી આપી હતી. એક વર્ષના ટૂંકા ગાળામા પહેલા અમેરિકાના ન્યૂજર્સીમા અને હવે ગલ્ફના અબુધાબીમા 2 ભવ્ય હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પછી બીજા 4 મંદિરના નિર્માણકાર્ય પૂરજોશમા ચાલી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિને સમર્પિત આ મંદિર આજના અશાંતિના માહોલમા એક હાર્મોની (શાંતિ અને અમન) નો સંદેશો આપે છે. 

ગાંધીનગરના અક્ષરધામ મંદિરના અગ્રણી સંત અક્ષર સ્વરૂપ સ્વામી સાથે વિશેષ ચર્ચા કરતા સાંજ સમાચારના ડાયરેકટર અંકુરભાઈ શાહ. ગાંધીનગરના અક્ષરધામ મંદિર ની આગામી યોજના અંગે તેઓ એ જણાવ્યું હતું.   

અબુધાબી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ખાસ આમંત્રિત સાંજ સમાચારના ડિરેક્ટર અંકુરભાઈ શાહ એ ઇઅઙજ સંસ્થાના પૂજ્ય વિવેકસાગર સ્વામી સાથે વાત કરી હતી અને મંદિરના આગામી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. તેમની સાથે ગુજરાતમિત્ર દૈનિક સુરતના મિલિન્દ રેશમવાલા પણ હાજર હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj