ઈક્રેડિબલ એરોસીટી પ્રાઈમ વિલા જેવા પ્રિમિયમ પ્રોજેકટનું બોલિવુડના પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટીના હસ્તે લોન્ચીંગ

Gujarat | Rajkot | 13 April, 2024 | 04:44 PM
હિરાસર એરપોર્ટ નજીક જ ત્રણથી વધુ રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોજેકટ સફળતાપૂર્વક પરિપૂર્ણ કર્યા
સાંજ સમાચાર

રાજકોટ:તા 13 
 

રાજકોટ જ્યારે રીયલ એસ્ટેટ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે યશકલગી સમાન હિરાસર ખાતે કાર્યરત થયેલ રાજકોટ ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ આસપાસ વિકસિત થઈ રહેલા ઘણા પ્રોજેકટસમાં ભાવોમાં ખૂબ ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેજીના અણસાર દેખાઈ રહ્યા છે ત્યારે ‘ઈક્રેડિબલ ગ્રુપ’ કે જે હિરાસર એરપોર્ટ નજીક જ ત્રણથી વધુ રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોજેકટ સફળતાપૂર્વક પરિપૂર્ણ કરી ચૂક્યા છે અને હવે આગામી સમયમાં ઈક્રેડિબલ એરોસીટી પ્રાઈમ વિલા જેવો પ્રિમિયમ પ્રોજેકટ લોન્ચીંગ કરી રહ્યા છે.

 આ પ્રોજેકટનું લોન્ચીંગ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની ખાસિયતો એ છે કે બાઉન્ડ્રી પેક સોસાયટી સાથે સાથે ક્લબ હાઉસ, એન્ટ્રી ગેટ, સિક્યુરિટી કેબીન, રીવરફ્રન્ટ વ્યુ, રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ સાથેની તમામ સુવિધાઓ સાથે સજ્જ સોસાયટી થવા જઈ રહી છે. તો રાજકોટ, સૌરાષ્ટ્ર તથા તમામ રોકાણકારોને આ પ્રોજેકટમાં રોકાણ માટે ઈક્રેડિબલ ગ્રુપ આમંત્રિત કરે છે.

ઈનક્રેડિબલ ગ્રૂપ નું આ ચોથું પ્રોજેકટ છે. જે ફુલ્લી ફર્નીચર સાથે પઝેસન મળશે. 2 બીએચકે અને 3 બીએચકે ના વીલા ઉપલબ્ધ છે. જેની કિંમત 55 લાખ અને 65 લાખ રાખવામાં આવી છે. રેડી પઝેસન 2026 માં મળશે. જેનું બુકિંગ ચાલુ થઈ ગયું છે  જેની ઓફિસ 1010, ધ સ્પાયર,  શીતલ પાર્ક,  150ફિટ રીંગ રોડ ખાતે આવેલ છે.

(તસ્વીર : પંકજ શીશાંગીયા) 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj