વડોદરા,તા.23
વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર (રાજા)ના પુત્ર તપન પરમારની હત્યા બાદ વડોદરા હાલોલ રોડ પર આવેલા આશ્રમમાં રહેતા જૈન મુનિ સૂર્યસાગર મહારાજનો વીડિયો વાઇરલ થયો છે.
જેમાં તેઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, ગુજરાતમાં પોલીસ તંત્ર નકામું થઈ ગયું છે. અહીં બળાત્કાર અને હત્યાઓ થઈ રહી છે, પરંતુ તેઓ કંઈ કરી રહ્યા નથી. અહીં ભાજપની સત્તા છે પરંતુ, ભાજપના જ કોર્પોરેટરના દીકરાની હત્યા થઈ જાય છે. પરંતુ તેને ન્યાય મળી રહ્યો નથી.
આ લોકો ત્યાં જઈને પોલીસ સ્ટેશન બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. અરે તમે એક લાશ ઉપર નાટક કરી રહ્યા છો. શું તમારી પાસે તાકાત નથી? તમારી પાસે રાજ્ય સત્તા હોવા છતાં તમે આ નાટક કરી રહ્યા છો તો તમારે સત્તા છોડી દેવી જોઈએ, તમારે સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.
સન્યાસીઓ કંઈ બોલે તો ફોન કરીને ધમકાવે છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા સાંભળવામાં તો એવું પણ આવ્યું છે કે, એક નેતા એવું કહે છે કે ડીસીપીને લાફો મારી દો, આ કેવી રાજનીતિ તમે કરી રહ્યા છો.
તમારામાં ક્ષમતાના હોય તો રાજકારણમાંથી સંન્યાસ લઈ લો. તું મારું કઈ કરી શકતો નથી એ ધ્યાન રાખજે. ક્યારેક હું કે મારો યોગ્ય શિષ્ય સત્તામાં આવશે. ત્યારે એ દેખાડશે કે સત્તા કેવી રીતે ચલાવાય છે અને આ જેહાદીઓ પર અંકુશ કેવી રીતે લગાવાય.
તેઓએ ઉમેર્યું હતું કે, પોલીસની સામે હત્યા થઈ ગઈ, પરંતુ હજી સુધી કંઈ પણ થયું નથી. વરસાદના સમયમાં પૂરની સ્થિતિમાં 15 લોકો માર્યા ગયા હતા. એ વખતે આ લોકોએ ધરણા પ્રદર્શન કર્યા નહોતા, પરંતુ લાશ પર રાજનીતિ કરે છે.
આ હિસ્ટ્રીશિટરને મારવાની તમારામાં તાકાત નથી. પોલીસ પાસે એન્કાઉન્ટરની માગ કરે છે. તમારી સત્તા છે અહીં, તેમ છતાં ભીખ માંગો છો. યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો. એ મહાન વ્યક્તિ પાસેથી કંઈક શીખો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy