ગુજરાતી રંગભૂમિની 82 વર્ષની વરિષ્ઠ અભિનેત્રી

લીલી પટેલને ટ્રાન્સ મીડિયા દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત

India | 26 February, 2024 | 11:28 AM
સાંજ સમાચાર

મુંબઈ,તા.26
 

ગુજરાતી રંગભૂમિની 82 વર્ષની વરિષ્ઠ છતાં હજી પણ અભિનય કરવા થનગનતી એક અભિનેત્રી લીલી પટેલને ગઇકાલે ટ્રાન્સ મીડિયા દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ થી નવાજવામાં આવ્યા ત્યારે એમનાં ચહેરા પરની ખુશી ઝળકી ઉઠી હતી. 1967માં પહેલીવાર "કોઈનું મીંઢળ કોઈના માથે" નાટકથી રંગભૂમિ પર કદમ માંડ્યા ત્યારે લીલીબેન બેંકમાં નોકરી કરતા હતા.ભવાઈ દ્વારા "રંગલી" નામે તેઓ અતિ પ્રચલિત થયા અને રંગલાલ નાયક, ઘનશ્યામ નાયક સાથે અસંખ્ય ભવાઈઓ ગુજરાતના અનેક ગામો અને શહેરોમાં ભજવી સૌનાં હૃદયમાં અનોખું સ્થાન પામ્યું. 

અભિનયની એમની આગવી શૈલી, રંગલાને (સ્વ ઘનશ્યામભાઈ નાયકને) બાળકની જેમ કેડે લઈ નૃત્ય કરતા, ગીતો ગાતા  અને જે રીતે એને વઢતા એમાં પ્રેક્ષકો મંત્ર મુગ્ધ થઈ જતાં... આજે પણ એ દૃશ્યો આંખો સામે આવે છે અને આપણને સૌને પ્રફુલ્લિત કરી મૂકે છે.ગુજરાતી રંગભૂમિ, ચલચિત્રો અને અનેક હિન્દી સિરિયલોમાં એમનું યોગદાન રહ્યું છે અને આજે પણ અભિનય કરવા એટલા જ આતુર છે.તેમ બાબુલ ભાવસારે જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj