(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.19
અમરેલી તાલુકાના પાણીયા ગામે રહેતા અને મુળ મઘ્યપ્રદેશ રાજયનાં જાંબુઆનાં રહેવાસી એવા સાત વર્ષિય રાહુલભાઈ નરૂભાઈ બારીયા પર વન્ય પ્રાણી સિંહે આજે સવારે 8:30 કલાકે હુમલો કર્યો હતો. આ ઘટનામાં રાહુલભાઈ બારીયાનું નિધન થયું હતું.
આ ઘટના બાદ શેત્રુંજી વન્યજીવ વિભાગ લીલીયા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી, વેટરનરી અધિકારી, ટ્રેકર્સ તથાસ્થાનિક કર્મચારીગણ સહિતનાઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
વન કર્મીઓ ઘ્વારા આ વિસ્તારમાં સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આશરે 9 થી 12 વચ્ચેની વય ધરાવતા વન્યપ્રાણી નર સિંહનું રેસ્કયુ કરી અને પિંજરે પુરવામાં આવ્યો હતો.
પિંજરે પુરાયેલ સિંહને નિરીક્ષણ અને વધુ પરિક્ષણ માટે આ વન્ય પ્રાણીને ક્રાંકચ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યું છે. તેમ પાલીતાણા શેત્રુંજી વન્યજીવ વિભાગનાં નાયબ વનસંરક્ષકે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy