જુનાગઢ તા.7
વંથલીના મેઘપુર ગામના પાદરમાં બે માસમાં બીજી વખત સિંહણ ચડી આવી બાવળની કાંટની બખોલમાં ઉતારો કર્યાનું જોવા મળી રહ્યું છે. ગઈકાલે આ સિંહણે નરેડી ગામના માલધારી પર હુમલો કર્યો હતો.
જેની તપાસ અર્થે ગયેલ વન વિભાગની ટીમના ગાર્ડ ઉપર હુમલો કરતા બે યુવાનોને ઈજા થવા પામતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલાથી નરેડી બોડકા સ્વામીના મેઘપુર સાંતલપુર નાવડા સહિતના ગામ લોકો નીકળી તેમજ રાત્રીના રવિ પાકના વાવેતરમાં પાણી વાસુપો કરતા ડરી રહ્યા છે.
બે માસ પહેલા મેઘપુર ગામના ઝાપામાં અને ખેતરમાં સિંહણ આવીને રાતવાસો કર્યો હતો. ફરી મેઘપુર ગામની બાવળની કોટમાં મેઘપુર ગામના સ્મશાન પાસે સિંહણ બાવળની ઝાડીમાં બેઠી નજરે પડે છે. સિંહ નવા વિસ્તારો શોધી રહ્યા છે. શિકારની શોધમાં નરેડી મેઘપુરમાં ફરી સિંહણ આવી ચડતા માલધારી રમેશભાઈ (કરીયો ભરવાડ) રે.નરેડીવાળા ઉપર સિંહણે હુમલો કરતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.
તેમના માથામાં ખભ્ભામાં પડખામાં બચકા ભરી લેતા બુમાબુમ કરતા સિંહણ ભાગીને માલધારીના એક બકરાને શિકાર બનાવ્યો હતો. રમેશભાઈ ભરવાડને જુનાગઢ સિવિલમાં ખસેડવામાં આવેલ હતો.
આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સિંહણને પકડવા માટેની મેઘપુર નરેડીની સીમમાં પહોંચી હતી. શોધખોળ કરવા બાવળની કોટમાં ગયેલી ટીમના કાર્ડ કાયમી રોજમદાર કાળુભાઈ નામના યુવાન ઉપર હુમલો કરતા તેમને પણ ઈજા થતા 108માં જુનાગઢ સિવિલમાં લઈ જવાયા હતા.
સિંહોનું ગ્રુપ વાડલા ફાટકથી નરેડી મેઘપુર સુધી પહોંચી ગયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. હુમલાખોર સિંહણને પકડવા વન વિભાગ રાત દિવસ એક કરી રહ્યું છે. પાંજરા મુકીને સિંહણને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મેઘપુર સાંતલપુર નરેડી નાવડા બોડકા સ્વામીના સહિતના લોકો તેમજ રાત્રીના શિયાળુ પાકનું રખોપુર કરવા જતા પાણી પાવા જતા ખેડુતોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy