ગોંડલ તાલુકા પીએસઆઇ જે.એમ. ઝાલા અને તેમની ટીમની કામગીરી, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વાળા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા અને રણજીતભાઇ ધાધલની બાતમી

ગોંડલ પાસેથી રૂ.12,00,000નો દારૂ ઝડપાયો

Crime | Gondal | 01 April, 2024 | 01:58 PM
ટ્રકમાં પુઠા બનાવવાના પાવડરની આડમાં 4100 બોટલ છુપાવી હતી, ગોંડલના ધર્મેશ ઉર્ફે ધમો મકવાણા અને સાદીક ઉર્ફે સાવજ દલની ધરપકડ
સાંજ સમાચાર

રાજકોટ, તા.1
 

ગોંડલ પાસેથી રૂ.12,00,000નો દારૂ ઝડપાયો હતો. ટ્રકમાં પુઠા બનાવવાના પાવડરની આડમાં 4100 બોટલ છુપાવી હતી. ગોંડલના ધર્મેશ ઉર્ફે ધમો મકવાણા અને સાદીક ઉર્ફે સાવજ દલની ધરપકડ કરાઈ છે.

ગોંડલ તાલુકા પોલીસના જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ,, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી સુચના આપેલ હોય તેમજ ગોંડલ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલા તથા ગોંડલ સર્કલ પીઆઈના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પીએસઆઇ જે.એમ.ઝાલા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વાળા તથા કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા અને રણજીતભાઇ ધાધલને મળેલ સયુક્ત બાતમીના આધારે ગોંડલ અવધ ઇન્ડસ્ટ્રીઝના ગેઇટ પાસેથી ટ્રકમાંથી દારૂની બોટલો સાથે બે આરોપીને પકડી પાડી પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓમાં ધર્મેશ ઉર્ફે ધમો મનસુખભાઇ મકવાણા (ઉ.વ.33, રહે.માર્કેટીંગ યાર્ડ પાછળ, શિવશક્તિ સોસાયટી, ગોંડલ) અને સાદીક ઉર્ફે સાવજ જાનીભાઇ દલ (ઉ.વ.29, રહે. વોરાકોટડા રોડ, સરકારી આવાસમાં, ગોંડલ)ની ધરપકડ કરી દારૂની રૂ.12,56,400ની કિંમતની 4188 બોટલ જપ્ત કરી હતી. ટ્રક સહિત 22,66,400નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ કામગીરી પીએસઆઇ જે.એમ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વાળા, રૂપકભાઇ બોહરા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા, રણજીતભાઇ ધાધલ, સંજયભાઇ મકવાણા, મુકેશભાઇ મકવાણા, હિંમતસિંહ પાલ, રાજેન્દ્રસિંહ ગોહીલ વગેરે દ્વારા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj