રાજકોટ, તા. 19
સૌરાષ્ટ્ર-કચ્છની 32 પાલિકાની ચૂંટણીના ગઇકાલે જાહેર થયેલા પરિણામોમાં ર8 પાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે. રાણાવાવ અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટી, સલાયામાં કોંગ્રેસનું શાસન આવ્યું છે. તો માંગરોળમાં ‘ટાઇ’ પડતા બસપા અને અપક્ષ નિર્ણાયક બનશે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો આ સૌથી મોટો સપાટો છે. તેમાં અનેક પ્રશ્નો વચ્ચે જુનાગઢ મનપામાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે. અહીં 48 બેઠક ભાજપને અને 11 કોંગ્રેસને મળી છે. એક અપક્ષ ઉમેદવારની જીત થઇ હતી. જે બાદ તેઓ તુરંત ભાજપમાં જોડાઇ ગયા હતા.
સૌરાષ્ટ્રમાં એક માત્ર સલાયા પાલિકા ફરી કોંગ્રેસને મળી છે. અહીં ભાજપનું ખાતુ પણ ખુલ્યુ નથી રાજકોટ, અમરેલી, જુનાગઢ, જામનગર, કચ્છ જિલ્લાએ સંપૂર્ણપણે ભાજપ સાથે રહ્યા છે.
જુનાગઢ જિલ્લો
જુનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી છે. માંગરોળ પાલિકાને બાદ કરતા ભાજપનો ભગવો લહેરાયો છે. જુનાગઢ મનપાની ચૂંટણીમાં કુલ 60માંથી બાવન બેઠક ઉપર થયેલી ચૂંટણીમાં 40 બેઠકો જીતવામાં ભાજપને સફળતા મળી છે. 8 બેઠક બિનહરીફ મળી કુલ 48 બેઠક સાથે ભાજપે બહુમતી મેળવી છે.
જયારે 11 બેઠક કોંગ્રેસ અને એક અપક્ષને મળી છે. પૂર્વ ડે.મેયર ગીરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય થયો છે. જુનાગઢ જિલ્લાની છ પાલિકાની ચૂંટણીમાં પાંચમા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. માંગરોળ પાલિકામાં ભાજપનો પનો ટુંકો પડયો છે. આપ-કોંગ્રેસ ગઠબંધનને 16 બેઠક મળી છે.
ચોરવાડમાં ર4માંથી ર1 બેઠક ભાજપે કબ્જે કરી છે.
વંથલી પાલિકામાં ર4 બેઠકમાંથી ર0 બેઠક ભાજપે મેળવી બહુમતીથી શાસન મેળવ્યું છે. વિસાવદર પાલિકામાં ર4માંથી ર1 બેઠક ભાજપે જીતી લીધી છે. કોંગ્રેસને માત્ર 3 બેઠક મળી છે.
માંગરોળ નગરપાલિકામાં ભાજપ-15 અને કોંગ્રેસ-આપ ગઠબંધન 16 બેઠક, 4 બસપા, 1 અપક્ષને મળી છે. બાંટવા પાલિકામાં તમામ બેઠક ભાજપની જીત થઇ છે.
ભાવનગર-તળાજા
ભાવનગર જિલ્લાની તળાજા નગર પાલિકામા સતત ચોથી ટર્મ ભાજપ ને બહુમત જનતા જનાર્દન એ સત્તાસોંપી છે.તો ભાજપ નો ગઢ મનાતા વોર્ડ 4,5 અને 6 મા ભાજપ ની પેનલ તૂટી છે.વોર્ડ 1 અને 7 મા ભાજપ ની અને વોર્ડ 2 અને 3 મા કોંગ્રેસ ની આખી પેનલ વિજેતા થઈ છે.વિજેતા 28 સભ્યોમા મહિલા ની બહુમતી થઈ છે.વોર્ડ-4 મા બે ના બદલે ત્રણ મહિલા ચૂંટાઈ આવેલ છે.
તળાજા ખાતે ભાજપના વિજય સરઘસમા જિલ્લા ભાજપ અધ્યક્ષ આર.સી.મકવાણા હાજરી આપી હતી.તેઓએ ભાજપની માત્ર ભાવનગર જીલ્લોજ નહિ સમગ્ર ગુજરાત મા ભવ્ય જીત મળી હોવાનું કહી ચરવેતી ચરવેતી નું સૂત્ર સાર્થક કરતુ ગણાવી પ્રમુખની વરણી ક્યારે કરવામાં આવશે તેવા પ્રશ્ર્નના જવાબમાં તેઓએ હાલ કોઈ ચુચના નથી.મોવડી મંડળના કહેવા પ્રમાણે કાર્યવાહી કરીશું.
ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓ જ્ઞાતિ આધારિત ઉમેદવાર નક્કી કરવાનું વધુ મહત્વ આપે છે. ત્યારે તળાજા નગર પાલિકા મા કઈ કઈ જ્ઞાતિના લોકો ચૂંટાયા અને કેટલી સંખ્યા કોની છે તેવો પણ વિશ્લેષણ ને લઈ એક સવાલ હતો.
જેમા સૌથીવધુ કોળી સમાજના 8 વ્યક્તિ ચૂંટાયા છે.બાદ ક્ષત્રિય સમાજના 6,સુન્ની મુસ્લિમ સમાજના 5,શિયા મુસ્લિમ સમાજના 3 અને સગર,વણિક,દલિત, ભરવાડ,આહીર અને બ્રહ્મ સમાજના 1-1 વ્યક્તિ ચૂંટાયા છે.
ડિપોઝીટ ડુલ
પાલિકા ની ચૂંટણી મા કૂલ 59 ઉમેદવાર લડતા હતા.જેમાં અપક્ષ એક,આપ પાર્ટી ના બે અને કોંગ્રેસના વોર્ડ-7 ના ઉમેદવારો મળી કુલ 7 ઉમેદવાર ની ડિપોઝીટ ડુલ થઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy