ભોપાલ : રાજ્યમાં ભાજપના મંત્રી વિજય શાહનું વિવાદાસ્પદ નિવેદન હજુ બંધ થયું ન હતું ત્યાં વધુ એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવી ગયા છે.
જબલપુરમાં આયોજિત નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોના તાલીમ કાર્યક્રમ દરમિયાન, નાયબ મુખ્યમંત્રીએ એક એવું નિવેદન આપ્યું જેના રાજકીય વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે.કાર્યક્રમને સંબોધતા દેવડાએ કહ્યું, "આજે આખો દેશ, દેશની સેના અને આપણા સૈનિકો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણોમાં નરમસ્તક નમન કરે છે ."
આ નિવેદનની સાથે તેમણે કહ્યું કે પીએમ મોદીએ તાજેતરમાં પહેલગામ હુમલાનો બદલો જે રીતે લીધો તે પ્રશંસનીય છે. દેવડાના આ નિવેદન પર, સ્થળ પર હાજર લોકોએ પીએમ મોદી માટે તાળીઓ પણ પાડી.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, પીએમ મોદીની નીતિઓ અને નિર્ણયોને કારણે દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે દેશની સરહદો પહેલા કરતાં વધુ સુરક્ષિત છે, અને આનો બધો શ્રેય વડા પ્રધાન મોદીને જાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy