ગબ્બર તળેટીએ મહાઆરતીનો અદ્દભૂત નજારો: મુખ્યમંત્રી-પ્રધાનો શકિતપીઠ પરિક્રમામાં જોડાયા

Gujarat, Dharmik | Ahmedabad | 16 February, 2024 | 11:36 AM
અંબિકા રથનું પ્રસ્થાન કરાવતા ભૂપેન્દ્ર પટેલ: મહાઆરતીમાં નેતાઓ સામેલ
સાંજ સમાચાર

ગાંધીનગર : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય આયોજન કરાયું છે. 

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી-પૂજન-અર્ચન કર્યા હતા. આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીઓ તથા ધારાસભ્યોે ઉપસ્થિત રહીને દર્શન-આરતીમાં સહભાગી થયા હતા.

પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદભુત નજારો ઊભો કર્યો હતો. તેઓએ ગબ્બર તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા. ત્યારબાદ સૌ કોઈ માતા સતિના જીવન પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રીઓ તથા ધારાસભ્યોએ ગરબા રમીને ધન્યતા અનુભવી હતી.

આ અવસરે મંત્રી ઋષિકેશ પટેલ, બલવંતસિંહ રાજપૂત, મૂળુભાઈ બેરા, ડો. કુબેરભાઈ ડિંડોર, શ્રીમતી ભાનુબહેન બાબરીયા, હર્ષ સંઘવી, સાંસદ પરબતભાઇ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj