મહાન તીર્થંકરોની શ્રેષ્ઠતમ પરંપરાનો પોતાના જીવનમાં સાક્ષાત કરનારા જૈન શાસનના

મહાન જૈનાચાર્ય શ્રી વિદ્યાસાગરજી મ.નું અનંતની યાત્રાએ મહાપ્રયાણ : દેશભરમાં શોક

Gujarat, Dharmik | Rajkot | 19 February, 2024 | 12:52 PM
પૂ. જૈનાચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે 1968માં દિગંબરી દીક્ષા ગ્રહણ કરી, ત્યારથી આજ સુધી તેઓ નિરંતર સત્ય, અહિંસા, અપરિગ્રહ, અચૌર્ય, બ્રહ્મચર્યની સાધના કરતા કરતા પંચ મહાવ્રતોનો દેશવ્યાપી પ્રચાર હેતુ સમર્પિત થઇ ગયા : ચંદ્રગિરિ તીર્થમાં પાલખી યાત્રામાં દેશભરમાંથી હજારો ભકતો ઉમટી પડયા : નશ્ર્વર દેહ પંચમહાભૂતમાં વિલીન : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શોક સંવેદના પ્રકટ કરી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 19

આચાર્ય વિદ્યાસાગરજી મહારાજનો જન્મ 10 ઓકટોબર 1946ના કર્ણાટકના બેલગાંવ જીલ્લાના સદલગા ગામમાં થયો હતો. તેમણે 30 જુન 1968ના રાજસ્થાનના અજમેર ખાતે પોતાના ગુરૂ આચાર્ય જ્ઞાનસાગરજી મહારાજ પાસે  મુનિ દીક્ષા લીધી હતી.
જ્ઞાનસાગરજી મહારાજે તેમની કઠોર તપસ્યાને જોતા જ તેમને પોતાનું આચાર્ય પદ સોંપ્યુ હતું. આચાર્ય 197પ ની  આસપાસ બુંદેલખંડ આવેલા હતા. તેઓ બુંદેલખંડના જૈન સમાજની ભકિત અને સમર્પણ ભાવથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓએ પોતાનો અધિકાંશ સમય બુંદેલખંડમાં પસાર કર્યો હતો.
આચાર્ય વિદ્યાસાગરજી મહારાજે લગભગ 3પ0 દીક્ષા આપી છે.

રાજકોટ, તા. 19

મહાન તીર્થંકરોની શ્રેષ્ઠતમ પરંપરાને પોતાના જીવનમાં સાક્ષાત કરનારા જૈન શાસનના મહાન જૈનાચાર્ય પૂજય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજ તા.17મીના મોડી રાત્રે, ડોંગરગઢ-રાજનંદગાવ (છતીસગઢ) ચંદ્રગિરિ તીર્થ ખાતે સમાધિપૂર્વક કાળધર્મ પામતા સમસ્ત જૈન સમાજમાં શોકનું ભારે મોજુ ફરી વળ્યું છે. 

પૂજયશ્રી વિદ્યાસાગરજી મહારાજે 1968માં દિગંબરી દીક્ષા લીધી હતી અને ત્યારથી આજ સુધી તેઓ નિરંતર સત્ય, અહિંસા, અપરિગ્રહ, અચૌર્ય, બ્રહ્મચર્યની સાધના કરતાં કરતાં આ પંચ મહાવ્રતોનો દેશવ્યાપી પ્રચાર હેતુ સમર્પિત થઇ ગયા લોકકલ્યાણની ભાવનાથી અનુપ્રાણીત થઇને જૈનાચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે પોતાના જીવનમા: સેંકડો મુનીઓ તથા આર્યિકાઓને દીક્ષા પ્રદાન કરી અને લોકોપકારી કાર્યો હેતુ સદૈવ પોતાની પ્રેરણા અને આશિર્વાદ  પ્રદાન કર્યા.

સંપૂર્ણ ભારત વર્ષમાં તેમણે અનેક સ્થાનો પર ગૌશાળા, શિક્ષા સંસ્થાન, હથકરધા કેન્દ્ર તથા ભિન્ન ભિન્ન પ્રકારની  લોકમંગલકારી યોજનાઓનો શુભારંભ કરાવ્યો. અનેક કારાગારોમાં રહેતા તે લોકોના જીવનમાં આમુલચુલ પરિવર્તન  કરવાનું અભુતપૂર્વ કાર્ય તેમના આશિર્વાદથી જ ચાલી રહ્યું છે. તેમની એવી જ અભિલાષા હતી કે આ દેશ પોતાની ઉદાત શિક્ષાઓ અને જીવનાદર્શીને લઇને પુન: ઉભો થાય અને વર્તમાન સમયમાં વિશ્વને નવી દિશા પ્રદાન કરે. તેમનું સંપૂર્ણ જીવન આ આદર્શો પ્રતિ પૂરી રીતે સમર્પિત હતું. અંતિમ શ્વાસ સુધી તેમણે પોતાના કઠોર સાધના વ્રતનું ચુસ્ત રીતે પાલન કર્યુ હતું. લાખો લોકો આજે તેમના આદર્શો પર ચાલી રહ્યા છે. તેમની વિદાયનું દુ:ખ સૌ કોઇને થાય તે સ્વાભાવિક છે. 

પૂજય આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે છતીસગઢના ડોંગરગઢ સ્થિત ચંદ્રગિરિ તીર્થમાં સંલેખના કરીને રવિવારે દેહ ત્યાગ કર્યો. સંલેખના જૈન ધર્મમાં એક પ્રથા છે જેમાં દેહ ત્યાગવા માટે સ્વેચ્છાથી અન્ન જળનો ત્યાગ કરવામાં આવે છે. જેને આજીવન સંથારો ગ્રહણ કર્યાનું પણ કરી શકાય છે.રાજકીય શોક છતીસગઢ સરકારે અડધા દિવસના રાજકીય શોકની ઘોષણા કરી છે. 

ચંદ્રગિરિ તીર્થ તરફથી જાહેર કર્યા મુજબ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે શનિવારની મોડી રાતના ર.3પ કલાકે દેહનો ત્યાગ કર્યો. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતા.
ત્રણ દિવસથી તેઓ સંલેખના (સંથારો)નું પાલન કરી રહ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર ચંદ્રગિરિ તીર્થમાં કરવામાં આવ્યા ત્યારે હજારો અનુયાયીઓ ઉમટી પડયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના નિધન પર શોક વ્યકત કર્યો છે. પીએમએ એકસ પર પોસ્ટ કરેલ છે કે મારા વિચારો અને પ્રાર્થનાઓ આચાર્યશ્રી વિદ્યાસાગરજી મહારાજના અસંખ્ય ભકતોની સાથે છે. આચાર્ય વિદ્યાસાગરજી મહારાજને આવનારી પેઢીઓ સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ રાખશે.

આચાર્ય વિદ્યાસાગરજી મહારાજનાસમગ્ર પરિવારે દીક્ષા ગ્રહણ કરી છે 

કહેવાય છે કે 6 ફેબ્રુ.ના જ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજે મુનિ સમયસાગરજીને આચાર્ય પદ આપી દીધુ હતું

 

રાજકોટ, તા. 19

આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના દેહ ત્યાગથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માત્ર આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ ન નહિ પરંતુ તેમના પુરા પરિવારે પોતાનું જીવન જૈન સમાજ માટે સમર્પિત કરી દીધુ છે. વિદ્યાસાગરજી મહારાજના મોટા ભાઇ મુનિ ઉત્કૃષ્ટસાગર છે. તેમના ઘરના બધા લોકો સંન્યાસ લઇ ચુકયા છે. 

પોતાના બે નાના ભાઇઓ અનંતનાથ તથા શાંતિનાથને આચાર્ય વિદ્યાસાગરજી મહારાજે જ દીક્ષા આપી હતી. જે હવે મુનિ યોગસાગર અને મુનિ સમયસાગરના નામથી ઓળખાય છે. 
આચાર્ય સમયસાગરજી મહારાજ હવે આચાર્ય વિદ્યાસાગરજી મ.ના ઉતરાધિકારી થઇ શકે છે, કહેવાય છે કે 6 ફેબ્રુ.ના જ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજે સમયસાગરને આચાર્ય પદ આપી દીધુ હતું.
આચાર્ય વિદ્યાસાગરજી મહારાજનો સંસ્કૃત, હિન્દી, મરાઠી, કન્નડ સહિતની અન્ય ભાષાઓનું જ્ઞાન હતું.

આચાર્યશ્રી અભયદેવસૂરીની સંવેદના: જન જનના આદરણીય સંત હતા

રાજકોટ, તા. 19
દિગંબર સમાજના સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે ચંદ્રગિરિ તીર્થમાં શનિવારની મોડી રાત્રે ર.33 કલાકે સમાધિ લીધી અને કાળધર્મ પામ્યા. દિગંબર સમાજના મહાન ધુરંધર સ્થિતપ્રજ્ઞા, પ્રતિભા સંપન્ન, જન જનના આદરણીય સંત હતા. તેમણે ત્રણ દિવસના અનશન પશ્ર્ચાત સમાધિસ્થ થયા. તે તેમના મહાન તપને અનુમોદના છે. તેમ જૈનાચાર્ય શ્રી વિજય અભયદેવસૂરીજી મહારાજે સંવેદના વ્યકત કરતા જણાવેલ છે.

આચાર્ય વિદ્યાસાગરજી મહારાજનો જન્મ કર્ણાટકના સદલગા ગામે થયો હતો

મહાનુભાવોની શોક સંવેદના

રાજકોટ, તા. 19
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના દેહત્યાગ બાદ સંવેદના પ્રકટ કરી હતી. અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શોક સંદેશમાં જણાવેલ છે કે વિદ્યાસાગરજી મહારાજ પ્રત્યેક વ્યકિત અને બ્રહ્માંડના કલ્યાણના પોતાના સંકલ્પ પ્રતિ નિસ્વાર્થ રૂપથી પ્રતિબધ્ધ રહ્યા હતા.જે.પી.નડ્ડાભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવેલ છે કે જૈન ધર્મની અમૂલ્ય આધ્યાત્મિક વિરાસતને નવા આયામની ભેટ ધરી છે. જ્ઞાન, કરૂણા અને સદભાવનાની શિક્ષાઓ સદૈવ જીવંત રહેશે.યોગી આદિત્યનાથ જૈન પંથના પૂજય સંત, આધ્યાત્મિક ગુરૂ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજનું બ્રહ્મલીન હોવું આધ્યાત્મિક જગત તથા સંપૂર્ણ સમાજ માટે ઊરણીય ક્ષતિ છે. કોટી કોટી નમન...

 

 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj