(અશોક જોશી) ગોંડલ, તા. 19
ગોંડલના વેરી તળાવ નજીક આવેલા 330 વર્ષ પુરાણા સ્વયંભુ સુરેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે આગામી તારીખ. 26/2/2025 ને બુધવારના રોજ મહાશિવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સવારે 5-00 વાગ્યે પ્રભાત આરતી, બપોરે 12-00 વાગ્યે મધ્યાહન આરતી, સાંજે 7-00 વાગ્યે સંધ્યા આરતી તેમજ રાત્રીના 12-00 વાગ્યે મહા આરતી થશે. રાત્રીની આરતી બાદ સેવકોને ફરાળ પ્રસાદનું વિતરણ તેમજ દિવસ દરમિયાન ભાંગ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
તેમ મંદિરના સેવક પત્રકાર હરેશ એમ. વ્યાસ (સુપર), ધીરૂભાઈ પોકરે જણાવેલ છે. સમગ્ર ધર્મોત્સવનો લાભ લેવા મંદિરના મહંત શૈલેષપરી ગોસાઈ તથા રાહુલપરી ગોસાઈ (મો. 98250 46467)ની યાદીમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy