બીજું ઘર આવી જાય તેટલુ મેઈન્ટેનન્સ

અમદાવાદમાં અલ્ટ્રા - લકઝરિયસ પ્રોજેકટોમાં મેઈન્ટેનન્સની રકમ રૂા.40 લાખથી 2 કરોડ સુધી પહોંચી

Gujarat | Ahmedabad | 28 April, 2025 | 11:44 AM
સાંજ સમાચાર

અમદાવાદ,તા.28
રાજકોટ સહિત રાજયસભામાં લકઝરી-મોટા આવાસોનો ટ્રેન્ડ વધી રહ્યા છે. મોંઘા ઘરની સાથોસાથ લેવાતી મેઈન્ટેનન્સ ડિપોઝીટ પણ મોઢામાં આંગળા નાંખી દે તેવી છે. અમદાવાદમાં અમુક અલ્ટ્રા-લકઝરી પ્રોજેકટોમાં વન-ટાઈમ મેઈન્ટેનન્સ ડીપોઝીટની રકમ રૂા.40 લાખથી 2 કરોડ જેવી થવા લાગી છે.

ધરખમ મેઈનટેનન્સ ચાર્જ વિશે ડેવલપરોનો એવો દાવો છે કે આજીવન લકઝરી લાઈફ સ્ટાઈલ પુરી પાડવા માટે આ રકમ ઉઘરાવાય છે. ગ્રાહકોને પણ કોઈ વાંધો નથી લકઝરી મેળવવી હોય તો નાણાં આપવા પડે તેવુ તેઓ સ્વીકારી રહ્યા છે.

ઈસ્કોન-આંબલી માર્ગ પર 20,000 સ્કવેરફુટના બંગલા બન્યા છે અને તેમાં મેઈનટેનન્સની રકમ પ્રતિ સ્કવેર ફીટ રૂા.1000 છે તે હિસાબે કુલ રકમ બે કરોડ થવા જાય છે. તમામ ભૌતિક સુખ સુવિધાઓ માટે 60 કરોડનું ફંડ એકત્રીત થશે અને તેમાં રહેનારાઓએ દાયકાઓ સુધી પછી કોઈ રકમ નહિં ઉઘરાવવી પડે.

સુત્રોએ એમ કહ્યું કે, અન્ય એક 38 માળના ટાવરમાં 62 યુનિટની આ સ્કીમ છે. 156 મીટર ઉંચો ટાવર અમદાવાદનાં સૌથી મોટા ટાવરમાંનો એક છે. ખાનગી થિયેટર, બેન્કવેટ હોલ, જીમ, પુર, વેલનેસ સેન્ટર સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાં 30 લાખનું મેન્ટેનન્સ છે. અન્ય પોશ એરીયામાં 7500 થી 9000 સ્કવેર ફૂટના લકઝરી ફલેટમાં મેઈન્ટેનન્સની રકમ રૂા.75 થી 90 લાખની છે.

પ્રથમ તબકકે જ નાણાં ઉઘરાવી લેવાથી રહેનારાઓએ પછી વારંવાર ખર્ચની ચિંતા રહેતી નથી. બિલ્ડરોનાં કહેવા પ્રમાણે અલ્ટ્રા-લકઝરીયસ પ્રોજેકટોમાં માત્ર આવાસ જ નથી અપાતા પરંતુ ફાઈવસ્ટાર લાઈફ સ્ટાઈલ પુરી પાડવામાં આવે છે.

અમુક પ્રોજેકટોમાં તો બે-બે કિચન, વિશાળ બાલ્કની તથા અલગ અલગ લીવીંગ રૂમની સગવડ પણ પુરી પાડવામાં આવી રહી છે. એક પ્રોજેકટમાં ત્રણ સ્વીમીંગ પુલ છે.ઉપરાંત કોઈપણ ફિલ્મ રીલીઝ થયાના પ્રથમ દિવસે જ દેખાડવાની સવલત છે. 10700 સ્કવેર ફૂટના ફલેટની મેઈન્ટેનન્સ ડીપોઝીટ 75 લાખ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj