છત્તીસગઢના બીજાપુરમાં મોટું ઓપરેશન, ગોળીબારમાં 8 નક્સલવાદી ઠાર: 7 ઘાયલ

India | 02 April, 2024 | 04:00 PM
સાંજ સમાચાર

છત્તીસગઢ, તા.2
છત્તીસગઢના બીજાપુરમાં ફરી એકવાર સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય સાત નક્સલવાદીઓ ઘાયલ થયા છે. 

મળતી માહિતી મુજબ, છત્તીસગઢમાં સુરક્ષાદળોએ નક્સલવાદીઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ સુરક્ષા દળોની ટીમ બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તાર ગંગાલુર વિસ્તારમાં ગઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોના જવાબી ગોળીબારમાં ચાર નક્સલવાદીઓ સ્થળ પર જ માર્યા ગયા હતા. આ સિવાય સાત નક્સલવાદીઓ ગોળીઓથી ઘાયલ થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે છત્તીસગઢ અને તેલંગાણાના સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં એક નક્સલી માર્યો ગયો હતો. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. 

નોંધનીય છે કે, બસ્તર લોકસભા સીટ માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. ચૂંટણી પહેલા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ એલર્ટ પર છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે સુરક્ષા દળો દ્વારા નક્સલવાદીઓ વિરૂદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj