ચૂંટણી ધરાવતાં 19 દેશોના મતદારોનો સર્વે

ભારતમાં બહુમતી મતદારો મજબુત નેતા ઇચ્છે છે

India, Politics, Lok Sabha Election 2024 | 12 April, 2024 | 04:18 PM
59 ટકા લોકો સરકારથી સંતુષ્ટ: 9 રાષ્ટ્રોમાં લઘુમતીઓ નારાજ
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.12
વિશ્વના અનેક દેશોમાં ચાલુ વર્ષે ચૂંટણી થઇ રહી છે ત્યારે એક વૈશ્વિક સર્વેમાં એવું રસપ્રદ તારમ નિકળ્યું છે કે ભારતના મતદારો મજબુત નેતા પર ઝોક રાખે છે. ભારત અને તાંઝાનીયાના લોકો પોત પોતાની સરકારોથી સંતુષ્ટ છે ત્યારે અન્ય 17 દેશોના અર્ધોથી ઓછા લોકો પોતાની સરકારની કામગીરીની સંતોષ દર્શાવી રહ્યા છે.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ફોર ડેમોક્રસી એન્ડ ઇલેકટરોલ આસીસ્ટંટ નામના સંગઠન દ્વારા આ સર્વે રીપોર્ટ જારી કરવામાં આવ્યો છે. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી બહુમતી ભારતીયો મજબૂત નેતા ઇચ્છે છે અને 59 ટકા લોકોએ સરકારની કામગીરીથી સંતોષ દર્શાવ્યો છે.

ભારતની જેમ તાંઝાનિયામાં પણ 79 ટકા લોકોએ સરકારની કામગીરીથી સંતોષ દર્શાવ્યો હતો. સંગઠન દ્વારા ભારત, અમેરિકા, ડેનમાર્ક, ઇટલી, બ્રાઝીલ, પાકિસ્તાન, ઇરાક સહિત 19 રાષ્ટ્રોના મતદારોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભારત સહિત વિશ્ર્વના ત્રણ સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રો સામેલ હતાં. તાઇવાન, ચીલી, કોલંબીયા, ગામ્બીયા, લેબેનોન, લીથુઆનિયા, રોમાનિયા, સેનેગલ, સિપરાલિયોન, સેલોમન, આઇલેન્ડ, દક્ષિણ કોરિયા તથા તાંઝાનિયાના લોકોને પણ આ સર્વેમાં આવરી લેવાયા હતાં.

સર્વેમાં ચોંકાવનારા તારણો આવા નીકળ્યા હતા કે મોટાભાગના રાષ્ટ્રોના મતદારો પોતપોતાના દેશની સરકારથી અસંતુષ્ટ હતા છતાં ભારત તથા તાંઝાનિયાના બહુમતી નાગરિકોએ સરકાર તથા એજન્સીઓ પ્રત્યે સંતોષ દર્શાવ્યો હતો. ભારતના 59 ટકા તથા તાંઝાનિયાના 79 ટકા લોકોએ સરકાર પર સંતોષ વ્યકત કરાયો હતો.
આ સર્વેના ભારત સંબંધી તારણો દેશમાં થયેલા અન્ય સર્વેના અનુરૂપ જ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રેટીંગ 66 ટકા કે તેથી વધુ જણાયું હતું.

સર્વેની મહત્વની બાબત એ છે કે 9 દેશોમાં લઘુમતી સમુદાય પોત પોતાની સરકારોથી ખૂબ અસંતોષ ધરાવે છે. અમેરિકામાં લઘુમતીઓ તથા સરકારથી સંતોષ ધરાવતા લોકો વચ્ચે 12 ટકાનું મોટું અંતર છે.

રીપોર્ટમાં એવું તારણ નીકળ્યું છે કે ભારત સહિત આઠ દેશોના લોકો મજબુત નેતા ઇચ્છે છે. લોક પ્રતિનિધિઓની સંખ્યા વધુ હોય તેવા રાષ્ટ્રોના લોકોમાં મજબુત નેતા તરફી ટકાવારી ઓછી માલુમ પડી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj