ભારતના ભાવિ અંતરિક્ષ યાત્રી પ્રશાંત સાથે લગ્ન થયાની વાત મલયાલમ એકટ્રેસ લીનાએ જાહેર કરી

India, Entertainment | 28 February, 2024 | 04:52 PM
ગગનયાન મિશનની ગોપનીયતાને લઈને એકટ્રેસે 40 દિવસ બાદ લગ્નની તસવીરો શેર કરી
સાંજ સમાચાર

તિરુવનંથપુર (કેરલ),તા.28
વડાપ્રધાન મોદીએ ગઈકાલે ભારતના ગગનયાન મિશનના ભાવિ અંતરિક્ષ યાત્રીઓના નામ જાહેર કર્યા હતા. આ અંતરિક્ષ યાત્રીઓ પૈકી એક અંતરિક્ષ યાત્રી પ્રશાંત નાયરના મલયાલમ અભિનેત્રી લીના સાથે 17મી જાન્યુઆરીએ લગ્ન થયા હતા. આ લગ્નની 40 દિવસ બાદ જાહેરાત અભિનેત્રી લીનાએ કરી છે.

જીવનસાથી બનેલા લીના અને પ્રશાંતે તેમના લગ્નની જાહેરાત લગ્નના 40 દિવસ પછી કરી છે. બન્નેએ નકકી કર્યું હતું કે જયારે વડાપ્રધાન મોદી ઈસરો અને વાયુસેનાના સંયુક્ત અભિયાન મિશન ગગનયાનની ઔપચારિક જાહેરાત કરશે ત્યારે તેઓ તેમના લગ્નની વાત જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ગઈકાલે પ્રશાંત નાયર સહિત ભારતના ચારેય ભાવિ અંતરિક્ષ યાત્રીઓના નામની જાહેરાત કરી તેમને શુભકામના પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાવિ અંતરિક્ષ યાત્રી પ્રશાંત અને મલયાલમ એકટ્રેસ લીનાના લગ્નની માત્ર તેમના નજીકના લોકોની હતી. ઈસરો પ્રમુખ સોમનાથે પણ નવદંપતિને શુભકામના પાઠવી હતી. મલયાલમ એકટ્રેસ લીનાએ ગઈકાલે મંગળવારે સાંજે પોતાના લગ્ન ભાવિ અંતરિક્ષ યાત્રી પ્રશાંત નાયર સાથે થયાની જાહેરાત કરીને બધાને આશ્ર્ચર્યમાં મુકી દીધા હતા.

લીનાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની તસ્વીર શેર કરી હતી. લગ્ન ગોપનીય રાખવા પર લીનાએ જણાવ્યું હતું કે ગગનયાન મિશનની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખવી જરૂરી હતી. લીનાની લોકપ્રિય ફિલ્મોમાં ‘કોચુ કોચુ સંથોશંગલ’, ‘કટ્ટુ’, ‘ભગવાન અને ટ્રાફિક’ સામેલ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj