કાળઝાળ મોંઘવારીના સમયમાં ફસાયેલા વધુ એક પરિવારનો માળો વીંખાયો

RAJKOT : આર્થિક ભીંસથી કંટાળી ભગવતીપરાના પરિવારનો સામુહિક આપઘાત

Local | Rajkot | 22 May, 2024 | 03:47 PM
► પડધરી નજીક આવેલ મોટા રામપરના જંગલના ખરાબામાં પોતાની રીક્ષામાં જ વૃધ્ધ દંપતિ અને 35 વર્ષીય પુત્રએ અંતિમ પગલું ભરી લીધું: સ્થાનિકે પડધરી પોલીસને જાણ કરતાં પીએસઆઇ ગજેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો
સાંજ સમાચાર

► મૃતક 62 વર્ષીય કાદરભાઇ મુકાસમ તેના પત્ની 58 વર્ષીય ફરિદાબેન અને પુત્ર 35 વર્ષીય આશિફનું ઘટના સ્થળે મોત: પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો

રાજકોટ, તા.22
હાલના મોંઘવારીના સમયમાં નાના-નાના પરિવારો પીસાઇ રહ્યા છે અને જીવન-મરણ વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવવા જજુમી રહ્યા છે ત્યારે ઘણા પરિવારો આર્થિક ભીંસથી કંટાળી મોતની સોડ તાણી લેતા હોય છે. ત્યારે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક વૃધ્ધ કાદરભાઇ મુકાસમ તેના પત્ની ફરિદાબેન મુકાસમ અને પુત્ર આશિફ મુકાસમે આર્થિક ભીંસથી કંટાળી પડધરીના મોટા રામપરના જંગલ વિસ્તારમાં જઇ પોતાની રીક્ષામાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે જાણ થતાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતા કાદરભાઇ અલ્લીભાઇ મુકાસમ (ઉ.વ. 62) પોતે રીક્ષા ચાલક છે. તેઓ આજે સવારે તેમના પત્ની ફરીદાબેન મુકાસમ અને પુત્ર આશિફ (ઉ.વ. 35) સાથે રીક્ષામાં સવાર થઇ પડધરીના મોટા રામપર ગામના જંગલના ખરાબામાં પહોંચ્યા હતા.  જ્યાં પોતાની રીક્ષામાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. 

ત્યાંથી પસાર થતાં સ્થાનિક વ્યકિતને જાણ થતાં તેમને તાત્કાલીક પડધરી પોલીસને જાણ કરતાં પીએસઆઇ ગજેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. આર.એન. ડેરૈયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહોને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે મૃતક કાદરભાઇ બીમાર હોય અને હાલ ધંધામાં મંદી હોય જેથી પરિવાર પર આર્થિક સંકટ આવી પડતા તેઓએ તેમના પત્ની અને પુત્ર સાથે અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.

બનાવ અંગે મૃતક પરિવારના સંબંધીઓને જાણ કરતાં મૃતક કાદરભાઇના ભાઇ મહમ્મદભાઇ સહિતના સંબંધીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બનાવથી સ્તબ્ધ થઇ આક્રંદ મચાવ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj