મેયર-સ્ટે.ચેરમેન અને પૂર્વ પદાધિકારીઓે કમલમ પહોંચ્યા : પાટીલ સાથે સીધો સંવાદ

Gujarat, Politics | Jamnagar | 26 February, 2024 | 03:22 PM
એક તરફ મહાનગરમાં સેન્સ અને બીજી તરફ મહત્વના પદાધિકારીઓને ગાંધીનગરમાં બોલાવી લેવાતા જબરી ચર્ચા : મોટા ભાગના અગ્રણીઓ સેન્સથી અજાણ હતા
સાંજ સમાચાર

જામનગર, તા.26
આજે એક તરફ લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા મહાનગરો અને જિલ્લા કક્ષાએ સેન્સ લેવામાં આવી રહી છે તે વચ્ચે મેયર, સ્ટે.ચેરમેન તેમજ પૂર્વ મેયર અને પૂર્વ સ્ટે.ચેરમેન સહિતના મહાનગરના ટોચના પદાધિકારીઓને કમલમ ખાતે બોલાવાયા છે. અને બપોરે 12 વાગ્યાથી પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની હાજરીમાં મહત્વની બેઠક શરૂ થઇ છે.

સુત્રોના જણાવ્યા મુજબ જિલ્લા અને મહાનગરોમાં સેન્સમાં આ રીતે ચૂંટાયેલા પદાધિકારીઓનો અભિપ્રાય મહત્વનો છે. તેમને જનરલ સેન્સમાં દાખલ કરવાના બદલે ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સીધી વાતચીત કરે તેવા સંકેત છે તમામ આઠ મહાનગરો અને મહાનગરોના ચેરમેન ઉપરાંત વર્તમાન મેયર અને સ્ટે.ચેરમેન પણ ગાંધીનગર પહોંચી ગયા છે.

પક્ષની યાદી મુજબ તેઓને પોલીસી મેટર બાબતે બોલાવાયા છે તે પણ રસપ્રદ બાબત છે. આ ઉપરાંત સેન્સમાં મોટા ભાગના ભાજપના અગ્રણીઓને ભાગ્યે જ ખ્યાલ હતો અને જિલ્લા કક્ષાના અગ્રણીઓને પણ સેન્સ અંગે અખબારી અહેવાલથી જાણ થતા લોકસભા ચૂંટણી માટેની ઉમેદવાર પસંદગી આવડી મોટી પ્રક્રિયામાં મર્યાદિત રીતે સેન્સ લેવા પાછળ ભાજપના વ્યુહોથી પણ સૌ સ્તબ્ધ થઇ ગયા છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj