અમદાવાદ, વડોદરા, સુરત જામનગર અને રાજકોટ જીલ્લામાં રૂ।.3500 કરોડના ખર્ચે મેડિસીટી નિર્માણ પામી: ઋષિકેશ પટેલ

Gujarat | Rajkot | 28 February, 2024 | 03:26 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.27
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ ગુજરાત વિધાનસભામાં મેડિસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશન્ના ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્યના ચારેય ઝોનમાં સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે આરંભવામાં આવ્યું છે.

અમદાવાદમાં અંદાજિત રૂ।.910 કરોડ, વડોદરામાં રૂ। 561.45 કરોડ, સુરતમાં રૂ। 204.70 કરોડ, જામનગરમાં રૂ। 864.17 કરોડ અને ભાવનગરમાં રૂ। 1003.99 આમ અંદાજિત કુલ રૂ। 3544.45 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ફેસિલીટીથી સજ્જ  મેડિસિટી નિર્માણ પામી રહી છે.

જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મ જાત બાળકોના ખોડખાપણને લગતા રોગો ,વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર , વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે હૃદય , કિડની, આંખને લગતા રોગની સારવાર , નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે હૃદય,કિડની મૂત્રાશયના રોગ, મગજ અને જ્ઞાનતંતુના રોગો જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે હૃદય રોગ ,મૂત્રાશયના રોગો , પ્લાસ્ટીક સર્જરી ,પેટના રોગો , સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે હૃદય અને લોહીની નસોના રોગો, કિડની, મગજ અને જ્ઞાનતંતુના રોગોને લગતી સુપર સ્પેશિયાલિસ્ટ  ઉપલબ્ધ બનશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj