જામનગર તા.23: જામનગર મહાનગરપાલિકા દ્વારા એક દિવસના વિરામ બાદ નદી ના કિનારે રણજીત સાગર રોડ પર અલગ અલગ બે સ્થળોએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના માટે 6 જેસીબી મશીન અને 4 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે, અને 33 ગેરકાયદેસર દબાણકારોને નોટિસ પાઠવ્યા બાદ આજે મેગા ડીમોલેશન કરવામાં આવ્યું છે, અને અંદાજે 66 હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે. જેની અંદાજિત કિંમત એકાદ કરોડ ગણાવાઇ રહી છે.
શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં મનપા ના 100 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કામે લાગ્યા છે, અને ભારે પોલીસ પહેરા હેઠળ મેગા ડીમોલેશન હાથ ધરાયું છે.
નદીને મૂળ સ્વરૂપને લાવવાના અભિયાન અંતગર્ત પરમદિવસે કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી, અને સવાર થી સાંજે 6 વાગ્યા સુધીમાં 50,000 ફૂટ જગ્યા ખુલ્લી કરી લેવાઈ છે.
ત્યારબાદ એક દિવસ નો વિરામ લઈને આજે સવારે જુદા જુદા બે સ્થળોએ તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, અને 33 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરીને અંદાજે 66,000 ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓની મોટી ટીમ અને 100 થી વધુ સ્ટાફ ઉપરાંત સીટી એ. ડિવિઝન નો મહિલા પોલીસ સહિત નો વિશાળ પોલીસ કાફલો જોડાયો છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની ની રાહબરી હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખા ની ટીમ, ટીપીઓ શાખાની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી 100 થી વધુ કર્મચારીઓ આજના મેગા ડીમોલેશનમાં જોડાયા હતા, અને અલગ અલગ બે ટીમો બનાવાઈ હતી.
સમગ્ર ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવા માટે 6 જેસીબી મશીનો, 1 હિટાચી મશીન, 4 ટ્રેક્ટર સહિતની મશીનરીના ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે બન્ને સ્થળે સિટી ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા અને સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ.ચાવડા ની રાહબરી હેઠળ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માં જોડાયો છે.
જેમાં મહિલા પોલીસની પણ મોટી ટીમ સાથે રાખવામાં આવી છે. જેમાં બન્ને સ્થળે 33 જેટલા દબાણ વાળું અન અધિકૃત બાંધકામ તોડી પાડી અંદાજે એકાદ કરોડ ની જગ્યા ખુલ્લી કરાવાઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy