મોરબીના ખાનપર ગામે ટ્રેક્ટર સાથે ટ્રેક્ટર અથડાતા આધેડ ઇજાગ્રસ્ત, સારવારમાં

Local | Morbi | 17 April, 2024 | 01:43 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.17
 

મોરબી તાલુકાના ખાનપર ગામે મંદિર નજીકથી ટ્રેક્ટર લઈને જતા આધેડનું ટ્રેક્ટર અન્ય ટ્રેકટર સાથે અથડાયું હતું.આ બનાવમાં ઇજા પામેલ આધેડને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બાબતે વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ કચ્છના બંધળી ગામના રબારીવાસ વિસ્તારના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના ખાનપર ગામે રહીને કામકાજ કરતા પલાભાઈ સોમાભાઈ રબારી નામના 50 વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તા.16-4 ના બપોરના અઢી વાગ્યાના અરસામાં ખાનપર ગામે આવેલ ગોમટેશ્વર મહાદેવ મંદિર નજીકથી તેઓ ટ્રેક્ટર લઈને જતા હતા ત્યારે તેમના ટ્રેકટર સાથે અન્ય ટ્રેકટર અથડાયું હતું.જે બનાવમાં ઇજાઓ થતા પલાભાઇ રબારીને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
 

દંપતિ ઇજાગ્રસ્ત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ નવી પીપળી ગામે રહેતા દિપકભાઈ ભુપતભાઈ બાટીયા (24) અને ગોપીબેન દીપકભાઈ બાટીયા (19) ને વાંકાનેર હાઇવે મકનસર ગામ પાસે અકસ્માતે ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા આ બાબતે તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાના જણાવ્યા પ્રમાણે તેઓ સર્વિસ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર આવતા હતા ત્યારે બાજુમાંથી મોટું વાહન નીકળતા તેઓ હેબતાઇ ગયા હતા અને પડી જતા તેઓને ઈજાઓ થઈ હતી.
 

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીક રહેતા હસમુખભાઈ ભીખાભાઈ જગોદરા નામના 45 વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થવાથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તા.15 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં રફાળેશ્વરના રસ્તેથી તે બાઈક લઈને આવતો હતો ત્યારે તેનું બાઈક પાણીપુરીની લારી સાથે અથડાતા અકસ્માત થયો હતો.જેમા તેને ઈજા થતાં સારવાર માટે લઈ જવાયો હતો.આ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એયએમ.જાપડીયાએ તપાસ કરી હતી.
 

આધેડ સારવારમાં
મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપમાં આવેલ વૈભવ વીલામાં રહેતા પ્રાણજીવનભાઈ માવજીભાઈ વિરમગામા નામના 58 વર્ષના આધેડને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.આ બાબતે વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓ રંગપર ગામ પાસે આવેલ નાલા નજીકથી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઈજાઓ થતાં પ્રાણજીવનભાઈ વિરમગામાને સારવાર માટે લઈ જવાયા હતા.હાલ તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર આ બાબતે તપાસ ચલાવી રહ્યા છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj