અમદાવાદની હોટલ મેરીયોટના સુપમાં જીવાત નીકળી

Gujarat | Ahmedabad | 02 April, 2024 | 09:42 AM
ગ્રાહકની ફરિયાદ પરથી ફૂડ વિભાગનો પ્રખ્યાત હોટલમાં દરોડો: નિયમોનો ભંગ દેખાતા કીચન સીલ કરી દેવાયુ
સાંજ સમાચાર

અમદાવાદ,તા.2
ઉરમાનપુરામાં આવેલી વિખ્યાત હોટલ મેરિયોટમાં એક ગ્રાહકનાં સુપમાંથી જીવાત નીકળી હોવાની ફરિયાદને પગલે દોડતાં થયેલાં મ્યુનિસિપલ ફૂડ વિભાગે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ખોરાક બનાવવા ઉપર મનાઈ ફરમાવતી કલોઝર નોટિસ આપીને કિંમતને બંધ કરાવી દીધું હતું.

એડિશનલ હેલ્થ ઓફિસર ડો. ભાવિન જોષીએ જણાવ્યું હતું કે, આશ્રમરોડ ઉપર ઉસ્માનપુરા ખાતે આવેલી ફેરફીલ બાય મેરિયોટ હોટલમાં એક ગ્રાહકે તા.31મીનાં રોજ સુપમાં મરેલી જીવાતની ફરિયાદ કરતા જ ફૂડ સેફટી ઓફિસરને સ્થળ તપાસ અને કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા હતા.

હોટલ મેરિયોટ ખાતે ફૂડ સેફટી ઓફિસરે કિચન અને કેફે એરિયામાં તપાસ કરતાં નિયમોનું પાલન નહી થતુ હોવાનું જોયુ હતું તેમજ સ્થળ ઉપર પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, મેડીકલ ફિટનેસ સર્ટિફિકેટ વગેરે ડોકયુમેન્ટ રજુ નહિ કરાતાં જાહેર આરોગ્યનાં હિતમાં હોટલ મેરિયોટનાં કિંમતમાં કોઈ પણ પ્રકારનો ખોરાક નહિ બનાવવાની કલોઝર નોટિસ આપી કિચન બંધ કરાવવામાં આવ્યું હતું.

જો કે તેમણે કહ્યું કે, નિયમાનુસારનાં સર્ટિફિકેટ અને બાંહેધરીપત્રક તથા દંડ વગેરે કાર્યવાહી બાદ હોટલ મેરિયોટનાં કિચન અને કેફે એરિયાને ફરી શરૂ કરવા દેવાશે.

શહેરની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફુડ સેન્ટરો અને ખાદ્યપદાર્થનાં વ્યવસાય સાથે સંકળાયેલાં ધંધાર્થીઓને ધંધાના સ્થળે પેસ્ટ કંટ્રોલ કરાવી લેવા તેમજ કિચન વેસ્ટ કોન્ટ્રાકટનું સર્ટિફિકેટ વગેરે ડોકયુમેન્ટ સ્થળ ઉપર રાખવાની તાકીદ કરવામાં આવે છે. જો આ સર્ટિફિકેટ નહિ હોય અને હોટલ-રેસ્ટોરન્ટમાં હાઈજેનિક કન્ડિશન જળવાતી નહી હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ખાતાનાં સૂત્રોએ સ્વીકાર્યુ હતું કે, શહેરની અનેક હોટલ-રેસ્ટોરન્ટનાં કિચનમાં સ્વચ્છતા સહિતનાં નિયમોનું પાલન થતુ હોતુ નથી. કિચન વગેરેની નિયમિત તપાસ થતી જ નથી. એટલું જ નહિ મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ, ફાસ્ટફુડ પાર્લરો વગેરે જગ્યાએ વાસી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનો બેરોકટોક ઉપયોગ કરવામાં આવે છે.

એડિશનલ હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે, ગરમીના દિવસો દરમ્યાન વિવિધ પ્રકારના ઠંડાપીણા, પેકેજ ડ્રિન્કીંગ વોટર, આઈસ્ક્રીમ, બરફના ગોળા, લસ્સી, શરબત વિગેરેના ધંધા સાથે સંકળાયેલા એકમોની સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવશે.

લાયસન્સ-રજીસ્ટ્રેશન વગર ખાદ્યપદાર્થનું ઉત્પાદન કે વેચાણ કરતા એકમોનું પણ ચેકીંગ કરવામાં આવશે અને ચેકીંગ દરમ્યાન લાયસન્સ-રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો સામે સીલ સુધીના કડક પગલા ભરવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj