અમેરિકામાં મોબાઇલ નેટવર્ક ઠપ્પ : ચીનના સાયબર હુમલાની આશંકા

India, World, Technology | 23 February, 2024 | 12:52 PM
ટોપની કંપની At&t હજારો યુઝર્સે ફરિયાદો કરી : અન્ય નેટવર્કને પણ અસર
સાંજ સમાચાર

વોશિંગ્ટન, તા. 23
અમેરિકામાં At&t ટેલીકોમ નેટવર્ક ડાઉન થયા બાદ વ્યાપકપણે અંધાધુંધી જેવી સ્થિતિ બની ગઇ છે. અનેક સ્થળો પર ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઇ ગઇ છે. આ નેટવર્ક ધરાવતા અમેરિકન ગ્રાહકો મોબાઇલ પર વાતચીત કરી શકતા નથી અને તેને ચીનનો સાયબર હુમલો ગણવામાં આવે છે.

ગઇકાલથી જ અમેરિકાના આ ટોચના નેટવર્ક ઉપર મુશ્કેલીઓ સર્જવાનું શરૂ થઇ ગયું હતું. ફલોરીડાના સેનેટર માર્કો રૂબીયોએ ચીનના સાયબર હુમલા તરીકે ગણાવ્યો હતો અને જણાવ્યું કે ચીન જો તાઇવાન પર હુમલો કરે તો આ પ્રકારે અમેરિકી નેટવર્કને ઠપ્પ કરે તો હાલત વધુ ખરાબ થઇ શકે છે.

જોકે હજુ સુધી આ આઉટેજનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ એટીએન્ડટીનું નેટવર્ક ડાઉન થયા બાદ લાખો અમેરિકનોએ તે અંગે ફરિયાદ કરી હતી. સતાવાર રીતે 74 હજાર જેટલા ગ્રાહકોએ કંપની સમક્ષ આ પ્રકારે માહિતી માંગી હતી. જયારે અન્ય નેટવર્ક ટી-મોબાઇલ અને વેરીઝોન મુશ્કેલી આવી હોવાનું માનવામાં આવે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj